1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી, સરકારી મોબાઈલફોન પરત કરી દેવાયા
ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી, સરકારી મોબાઈલફોન પરત કરી દેવાયા

ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી, સરકારી મોબાઈલફોન પરત કરી દેવાયા

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના આંગણવાડી મહિલા કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.અને સરકાર સામેની લડતનાં ભાગરૂપે નક્કી થયા મુજબ મહિલાઓ રેલી યોજી આઈસીડીએસની કચેરીએ આવી પહોંચી હતી.જો કે સંબંધિત જવાબદાર અધિકારી હાજર નહીં હોવાથી આંગણવાડીની બહેનોએ અરજી લખીને પોતાને ફાળવવામાં આવેલા સરકારી મોબાઇલ જમા કરાવી દેવાની પ્રક્રિયા શરૂ કરી છે.

રાજ્યભરનાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી કાર્યકર અને તેડાગર મહિલાઓએ સરકારના અન્યાય સામે બાંયો ચઢાવીને કામગીરીનો બહિસ્કાર કર્યો છે. જે અન્વયે આંગણવાડીની બહેનો મોબાઇલ ફોન જમા કરાવી દેવા  રેલી સ્વરુપે એમએસ બિલ્ડીંગ ખાતે આવેલી આઇસીડીએસ કચેરીએ આવી પહોંચી હતી. જોકે સંબંધિત જવાબદારી ગેરહાજર હોવાથી મહિલાઓએ અરજી લખીને પણ સરકારી મોબાઇલ જમા કરાવી દેવાની તજવીજ શરૂ કરી હતી..

છેલ્લા ઘણા વખતથી પડતર માંગણીઓ સંદર્ભે આંગણવાડી મહિલા કર્મચારીઓએ સરકાર સામે લડતનાં મંડાણ કરી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે તેમને પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજુરી નહીં અપાતા પુન્દ્રાસણ ગામે આગામી રણનીતિ ઘડવા ગઈકાલે ગુરૃવારે રાજ્યભરમાંથી મહિલાઓ ઉમટી પડી હતી.

આંગણવાડી મહિલા કર્મચારીઓની  એવી માંગ છે. કે, સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન ધારાનો અમલ, આંગણવાડીનો સમય સવારે 10થી 3નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, 45 વર્ષની વય મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા, અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજર થયાની તારીખથી જ ગણવા, પોષણસુધારણાની કામગીરી અન્ય વિભાગને સોંપવા, રજીસ્ટર અથવા મોબાઇલએપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આંગણવાડી કાર્યકરોને નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દરમહિને 1 થી 8 તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવાની માંગણી સાથે ગાંધીનગર જિલ્લાની 951 આંગણવાડીની કર્મચારી મહિલાઓ સહિત રાજ્યભરની આંગણવાડી કર્મચારી મહિલાઓ દ્વારા સરકાર સામે આંદોલન છેડવામાં આવ્યું છે. ( FILE PHOTO)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code