- બુસ્ટોર ડોઝ મામલે આંઘ્રપ્રદેશ સૌથી મોખરે
- સૌથી વધુ પ્રિકોશન ડોઝ આ રાજ્યમાં અપાયા
અમરાવતીઃ- વિતેલા દિવસને 17 જૂલાઈના રોજ દેશે ખૂબ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે જે પ્રમાણે વેક્સિનેશનના 200 કરોડનો આકંડો વટાવી લીઘો છે.ત્રીજા ડોઝનું સીકરણ શરૂ થયાને પણ છ મહિના પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં, રાજ્યોની વર્તમાન સ્થિતિને લઈને જે સરકારના રિપોર્ટ સામે આવ્યા છે, તેમાં જાણવા મળ્યું છે કે સાવચેતીના ડોઝ આપવાની બાબતે આંધ્ર પ્રદેશ સમગ્ર દેશમાં ટોચ પર છે
બુસ્ટર ડોઝ આપવાના મામલે, બીજી તરફ પંજાબ અને પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ સારી જણાઈ રહી નથી આ રાજ્યો હાલ પણ આ મામલે ઘણા પાછળ જોવા મળી રહ્યા છે.આ રાજ્યોમાં 10 લાખથી ઓછા લોકો અત્યાર સુધીમાં ત્રીજો ડોઝ લીધો છે
રિપોર્ટ મુજબ પંજાબમાં અત્યાર સુધીમાં 8.16 લાખ લોકોને સાવચેતીનો ડોઝ મળ્યો છે. ચંદીગઢમાં માત્ર 58174 લોકોને, દિલ્હીમાં 19.31 લાખ, હરિયાણામાં 12.34 લાખ અને જમ્મુ-કાશ્મીરમાં 4.09 લાખ લોકોને ત્રીજો ડોઝ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 10 જાન્યુઆરીથી દેશમાં લોકોને સાવચેતીના ડોઝ આપવાની શરુાત કરાી હતી. આ પહેલા બીજી રસી લીધાના નવ મહિના પછી સાવચેતી રાખવામાં આવતી હતી, પરંતુ હવે ત્રીજો ડોઝ છ મહિના પછી જ લઈ શકાય છે.
બુસ્ટર ડોઝ સૌથી વધુ આપવાના મામલે આંઘ્રપ્રદેશ સૌથી આગળ
નેશનલ હેલ્થના રિપોર્ટ પ્રમાણે, દેશના રાજ્ય આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ, અત્યાર સુધીમાં 56 લાખ લોકો સાવચેતીનો ડોઝ અપાઈ ચૂક્યા છે. તે પછી બિહાર અને પશ્ચિમ બંગાળનો આ લીસ્ટમાં સમાવેશ થાય છે. જ્યાં 51-51 લાખથી વધુ સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે પરંતુ જે રાજ્યો વસ્તીની દ્રષ્ટિએ મોટા છે ત્યાં રસીકરણ પણ એટલું જ ઓછું છે.
પહાડી રાજ્યોના સંદર્ભમાં, અહેવાલ દર્શાવે છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગતિ ધીમી છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોને આ ડોઝ મળ્યો છે જ્યારે ઉત્તરાખંડ સાત લાખ લોકોને ત્રીજો ડોઝ આપવામાં સફળ રહ્યો છે