- સોનમ કપૂરની બહેન રિયા કપૂર કરશે લગ્ન
- રિયા કપૂર તેના બોયફ્રેંડ કપરણ બૂલાની સાથે લગ્ન કરવા જઈ રહી છે
- અનિલ કપૂરના ઘરમાં ગુંજશે શેહનાઈના શૂર
મુંબઈઃ બોલિવૂડ સિતારાઓના સંતાનોના લગ્ન હોય એટલે તે બોલિવૂડ પેજનું ટાઈટલ બની જાય છે, ચાહકોની જનર તેના પળેપળની ખબર પર મંડળાયેલી રહેતી હોય છે ત્યારે હવે બોલિવૂડના ચાહકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. સોનમ કપૂરની બહેન અને અભિનેતા અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે સાતફેરા ફરવા જઈ રહી છે,એટલે કે આવતી કાલે 15 ઓગ્સટના રોજ ભિનેતા અનિલ કપૂરના ઘરમાં શહેનાઈના શુર ગુંજી ઉઠશે.
મીડયા રિપોર્ટ પ્રમાણે અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર તેના બોયફ્રેંડ કરણ બૂલાની સાથે આવતી કાલે જુહુ સ્થિત બંગલોમાં લગ્ન કરશે, જો કે આ લગ્ન પ્રસંગમાં માત્ર નજીકના સગાસબંઘીઓ અને મિત્રોને જ ઈન્વિટેશન આપવામાં આવ્યું છે.લગ્નમાં થોડાક જ લોકો સામેલ શથે, રિયા અને કરણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા દરેકને તેમના લગ્નને લઈને ઉત્સુક્તા હતી જેના ઈંતઝારનો કાલે અંત આવશે, આ કપલ હવે મેરેજ કરીને સાત જન્મ સાથે રહેવાના વાયદાઓ નિભાવશે.
ઉલ્લેખનીય છે કે બૂલાની એક નિર્દેશક છે અને તે ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’ જેવી ફિલ્મોમાં આસિસ્ટન ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેની સાથે તે ઘણી બધી ફિલ્મો અને શોઝ ડાયરેક્શન, પ્રોડક્શન અને ડબિંગનું કામ પણ કરે છે. વર્ષ2010 માં આવેલી ફિલ્મ ‘આયશા’માં સાથે કામ કરે છે રિયા અને કરણની મુલાકાત થી હતી અને ત્યારથી આ બન્નેની લવ સ્ટોરીની શરુઆત થઈ હતી.
આ પહેલા પણ રિયા અને કરણ સોશિયલ મીડિયામાં પોતાના રિલેશનને જોહેર કરી ચૂક્યા છેરિયા ઘણી વખત કરણના ફોટોઝ શેર કરતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે રે રિયા એક પ્રોડ્યૂસર તો છે જે સાથે સાથે તે પોતાની બહેન સોનમ કપૂર સાથે ‘રેસન’ નામની ફએશન બ્રાંડ પણ ચલવે છે,આ બન્ને બહેનો વચ્ચેનું બોન્ડિંગ ખૂબ સારુ જોવા મળે છે, સોનમ અને રિયા ઘણી વખત સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા હોય છે.