દિલ્હી- ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય એથ્લેટ અંકુર ધામાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ત્રણ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ બુધવારે અંકુર ધામાએ પુરુષોની 1500 મીટર T11 સ્પર્ધામાં આગળ રહીને ગોલ્ડ જીત્યો હતો.ભારતીય એથ્લેટ અંકુર ધામાએ 1500m-T11 ફાઈનલમાં 4:27.70 સેકન્ડની આકર્ષક દોડ સાથે જીતીને તેનો બીજો એશિયન પેરા ગેમ્સ 2023 સુવર્ણ ચંદ્રક જીત્યો.
https://twitter.com/TheKhelIndia/status/1717096618120683546?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1717096618120683546%7Ctwgr%5Ed0139d01c661436fb3c9518fc716681ec94623cc%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnewsable.asianetnews.com%2Fsports%2Fasian-para-games-2023-ankur-dhama-bags-second-gold-wins-men-s-1500m-t11-final-watch-snt-s32tea
આ પહેલા સોમવારે અંકુર ધામાએ 5000 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 5000 મીટરની દોડ પૂરી કરવા માટે 16:37.29 મિનિટનો સમય લીધો હતો. અંકુર બાળપણમાં જ આંખોની રોશની ગુમાવી બેઠો હતો.
ઉલ્લેખનીય છે કે 29 વર્ષીય અંકુર ધમા અર્જુન પુરસ્કાર વિજેતા છે. તે ઉત્તર પ્રદેશના બાગપતના ખેકરા નગરનો રહેવાસી છે. બાળપણમાં જ તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. અંકુર 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતનો પ્રથમ અંધ એથ્લેટ હતો.
અંકુર ધામાના મેન્સ 5000 મીટર T11 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, “પુરુષોની 5000m T11 સ્પર્ધામાં અસાધારણ ગોલ્ડ મેડલ જીતવા બદલ અંકુર ધામાને ખૂબ ખૂબ અભિનંદન. તેનું અદ્ભુત પ્રદર્શન આશ્ચર્યજનક હતું અને તેણે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.