1 લી જૂલાઈથી અનમરનાથ યાત્રાનો થશે આરંભ – કેલીક ખાણીપીણીની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
- 1 લી જૂલાઈથી અનરનાથ યાત્રા શરે શરુ
- કોલ્ડડ્રિંક લઈ જવા પર રહેશે પ્રતિબંધ
શ્રીનગરઃ- દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જતા હોય છે બાબા બર્ફાનીના દર્શન માટે મોટી સંખ્યામાં મેળાવડો જામે છે ત્યારે હવે આ વર્ષ દરમિયાન અમરનાથ યાત્રાને હવે થઓડા જ દિવસો બાકી રહ્યા છે 1લી જૂલાઈના રોજથી આ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ વર્ષે સરકારે કેટલીક ખાણી પીણીની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જો તમે આ યાત્રા પર જઈ રહ્યા છો તો હવે શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડે ઉચ્ચ ઊંચાઈએ સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખઈ આ બાબતનો ઉલ્લેખ કરીને ફાસ્ટ ફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ યાત્રાળુંઓને લંગરમાં તે જ ભોજન પીરસવામાં આવશે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હશે અને તેમણે તેજ આરોગવું પડશે.
ઉલ્લેખનીય છે કે 1લી જુલાઈથી શરુ થનારી અમરનાથની આ યાત્રા 31મી ઓગસ્ટ 2023 સુધી એટલે કે તે 62 દિવસ સુધી ચાલશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ મેનેજમેન્ટે યાત્રિકો માટે કડક સૂચનાઓ આપતાં આરોગ્ય સલાહકાર જારી કરવામાં આવી ચૂકી છે. જેમાં મુસાફરોને સ્વાસ્થ્ય સમસ્યાઓ વિના મુસાફરી પૂર્ણ કરવા માટે અમુક ખાદ્યપદાર્થોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ સહીત આ એડવાઈઝરીના કારણે લંગર, ખાણીપીણીના સ્ટોલ, દુકાનો અને અન્ય સંસ્થાઓમાં કોઈપણ પ્રતિબંધિત વસ્તુ પીરસવામાં કે વેચવામાં આવશે નહીં.બોર્ડ દ્રારા શાક કરીને તેલયુક્ત અને નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.