- અન્ના હજારે ફરી ભ્રષ્ટાતચાર સામે છેડશે જંગ
- રાષ્ટ્રીય લોકઆંદોલનનું કર્યું ગઠન
દિલ્હીઃ- અન્ના હજારે નામથી સૌ કોઈ વાકેફ છે, જેમણે અનેક આંદોલનની જંગ છેડી હતી. વર્ષ 2011 દરમિયાન છેડેલા આંદોલન દરમિયાન આ નામ દેશભરમાં ગુંજ્યું હતું ,ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચલાવનાર સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ફરી ભર્ષ્ટાતાર લસામે મેદાનનામાં આવવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. કારણ કે તેમણે પોતાનું નવું સંગઠન ‘રાષ્ટ્રીય લોક આંદોલન’ બનાવ્યું છે.
આ સાથે જ તેઓ આ મહિનાની 19 તારિખે રાજધાની દિલ્હી ખાતે આવવાના છે,84 વર્ષીય અણ્ણા હજારે 19 જૂને પોતાના જન્મદિવસે આ સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ દિવસે તેઓ નવી સંસ્થાના કાર્યકરો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સંગઠન ભ્રષ્ટાચાર સામે આંદોલન કરશે.
લોકાયુક્તે કાયદામાં વિલંબ અંગે ચેતવણી આપી હતી. તેમણે આ મામલે સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલનનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર સરકાર ઓગસ્ટ સુધીમાં આ કાયદો નહીં બનાવે તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરાશે. 15 મેના રોજ અન્ના એ આ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.
આ પાત્રમાં તેમણે કહ્યું હતુ કે , દેશના કેટલાક રાજ્યોએ માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર લોકાયુક્ત કાયદાને સૂચિત કર્યા છે, પરંતુ મહારાષ્ટ્રમાં હજી સુધી એવું બન્યું નથી. મેં અગાઉની દેવેન્દ્ર ફડણવીસ સરકાર દરમિયાન 2019માં આંદોલન કર્યું હતું, પરંતુ ફડણવીસે મને લેખિત ખાતરી આપ્યા પછી કે સરકાર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવા તૈયાર છે,ત્યાર બાદ મેં મારું આંદોલન પાછું ખેંચ્યું હતું. જો કે આજદીન સુધી આવુ બન્યું નથી ત્યારે હવે ફરી તેઓ ભ્રષ્ટાચાર સામે મેદાને જંગમાં ઉતરી શકે છે.