મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે. જે અનુસાર હવે સરકારી કર્મચારી ઓફિસમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને જઈ શકશે નહીં. ટલું જ નહીં આ ઉપરાંત ખાદીને પ્રોત્સાહન મળી રહે તે માટે દર શુક્રવારે ખાદીના વસ્ત્રો પહેવા પણ સલાહ આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર્ર સરકારના નિર્દેશ અનુસાર તમામ કર્મચારીઓને ઓફિસમાં ચંપલ પહેરીને આવવાની પણ પરવાનગી આપી નથી. તેમજ સરકારે તમામ સરકારી કર્મચારીઓને ઓછામાં ઓછા શુક્રવારે ખાદીના કપડાં પહેરવા સૂચન કર્યું છે. સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલા ‘કોડ ઓફ કંડકટ’માં એ પણ લખવામાં આવ્યું છે કે, કર્મચારીઓના ડ્રેસ ‘યોગ્ય તથા સ્વચ્છ’ હોવા જોઇએ. મહિલા કર્મતારીઓ સાડી, સલવાર, ચુડીદાર, કુર્તેા, ટ્રાઉઝર પેન્ટ અને શર્ટ પહેરી શકે છે અને જો જરૂરી છે તો દુપટ્ટો પણ નાખી શકે છે. પુરુષ કર્મચારીઓએ શર્ટ અને પેન્ટ અથવા ટ્રાઉઝર પેન્ટ પહેરી શકે છે. જો કે, વિચિત્ર પ્રિંટ અથવા ફોટા છપાયેલા કપડાં ન પહેવા તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં જીન્સ અને ટી-શર્ટ પહેરીને ઓફિસ નહીં આવાનો આદેશ કર્યો છે.
સરકારે પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, સામાન્ય જનતાને પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારા વર્તન તથા વ્યકિતત્વની અપેક્ષા રહે છે. જો અધિકારીઓ તથા કર્મચારીઓનો પોશાક અયોગ્ય અને અસ્વચ્છ હશે તો તેની તેમના કામ પર પરોક્ષ રીતે અસર પડશે. મહિલા કર્મચારીઓને ચંપલ્લ, સેંડલ અથવા જૂતા પહેરવા જોઇએ. તો બીજી તરફ પુરૂષ કર્મચારીઓને જૂતા અથવા સેન્ડલ પહેરીને ઓફિસ આવવું જોઇએ.