1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો
અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ  EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

0
Social Share

અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.

સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે.

નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ: 

Particulars Quarterly performance Annual performance
Q4 FY23 Q4 FY22 % change FY23 FY22 % change
Operational Capacity 8,086 5,410 49% 8,086 5,410 49%
–          Solar 4,975 4,763 4% 4,975 4,763 4%
–          Wind 971 647 50% 971 647 50%
–          Solar-Wind Hybrid 2,140 2,140
             
Sale of Energy (Mn units) 1 4,642 2,971 56% 14,880 9,426 58%
–          Solar 2,872 2,717 6% 10,457 8,097 29%
–          Wind 428 254 69% 1,820 1,329 37%
–          Solar-Wind Hybrid 1,342 2,603
             
Solar portfolio CUF (%) 26.8% 26.4%   24.7% 23.8%  
Wind portfolio CUF (%) 20.4% 23.6%   25.2% 30.8%  
Solar-Wind Hybrid (%) 36.9%   35.5%  

ઉચ્ચ પ્લાન્ટના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથેની ઉપલબ્ધતા અને આધુનિક ટેકનોલોજીના સંગે ક્ષમતામાં સંગીન વધારાના પરિણામે વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ ૫૮% વધીને ૧૪,૮૮૦ મિલિયન યુનિટ થયું છે,

વિત્તીય વર્ષ ૨૩માં અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેના કામકાજના કાફલામાં ૨,૬૭૬ મેગાવોટની રિન્યુએબલ ક્ષમતાનો જંગી ઉમેરો કર્યો છે, જેમાં રાજસ્થાનમાં ૨,૧૪૦ મેગાવોટના સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્લાન્ટ્સ, મધ્ય પ્રદેશમાં ૩૨૫ મેગાવોટના વિન્ડ એનર્જી પ્લાન્ટ અને રાજસ્થાનમાં ૨૧૨ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. કંપનીએ આ સમયગાળામાં SECI સાથે ૪૫૦ મેગાવોટના વિન્ડ પ્રોજેક્ટ્સ અને ૬૫૦ મેગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ માટે પાવર પ્રોજેક્ટસ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે જે આ પ્રોજેક્ટની અમલવારીને વધુ મજબૂત બનાવનારા છે.

ગત નાણાકીય વર્ષમાં ૨૬.૬%ની CUF ધરાવતા ઉચ્ચ-ગુણવત્તાવાળા SB એનર્જી પોર્ટફોલિયોના સંકલન સાથે ઉચ્ચ પ્લાન્ટ તેમજ સુધારેલ ગ્રીડની ઉપલબ્ધતા અને સુધારેલ સોલાર ઇરેડીએશન સાથે CUF ૯૦ bps સોલાર પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે ૨૪.૭% સુધર્યો છે. વિન્ડ પોર્ટફોલિયો અંતર્ગત ક્ષમતામાં સંગીન વધારાના પરિણામે ઊર્જાના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે, અલબત્ત,ગુજરાતમાં ૧૫૦ મેગાવોટના પ્લાન્ટ માટે મુખ્યત્વે ટ્રાન્સમિશન લાઇન (ફોર્સ મેજ્યુર)માં એક વખત થયેલા વિક્ષેપને કારણે વિન્ડ CUF  ઘટ્યો છે, જો કે હવે સંપૂર્ણ પૂર્વવત થયો છે.

નવો કાર્યરત થયેલો ૨,૧૪૦ મેગાવોટનો સોલાર-વિન્ડ હાઇબ્રિડ પોર્ટફોલિયો સૂર્યમાંથી મહત્તમ ઉર્જા મેળવવા માટે બાયફેસિયલ પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકિંગ (HSAT) ટેક્નોલોજી જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ૩૫.૫ %ની ઉચ્ચ CUFની ક્ષમતા તરફ દોરી જતી ટેક્નોલોજીની રીતે અદ્યતન વિન્ડ ટર્બાઇન જનરેટરો પણ ઉપયોગમાં લેવામાં આવેલ છે.

અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમારા વ્યાપાર મોડેલે દર્શાવેલી નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અમારી મજબૂત નાણાકીય કામગીરીનો સબળ પુરાવો છે. “અમે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં અગ્રણી બની રહ્યા છીએ અને કાર્યક્ષમતા, પ્રદર્શન અને ક્ષમતા વિકાસમાં નવા ઉદ્યોગના ધોરણો સતત સ્થાપિત કર્યા છે. અમે ટકી રહે તેવી ઉર્જા તરફના સંક્રમણને વેગીલું બનાવવા સાથે હરિયાળા ભવિષ્ય માટેની ભારતની જવાબદારીઓના લક્ષ્યને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છીએ.

અમે આ વર્ષે ૨,૬૭૬ મેગાવોટ રિન્યુએબલ એસેટ્સની વિશાળ ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી છે. આ સિદ્ધિ અમારી ટીમોના અથાક પ્રયાસોને આભારી છે,એમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી વિનીત એસ જૈને જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં અદાણી ગ્રીન એનર્જી લિ.ની ઓપરેશનલ ક્ષમતા ૩૩% CAGR પર વધી છે, જેણે સરખા સમયગાળામાં ભારતમાં ૧૫% CAGR પર એકંદર રિન્યુએબલ ક્ષમતાની વૃદ્ધિને પાછળ રાખી દીધી છે. જોખમરહીત પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એનેલટિક્સ ચાલિત ઓપરેશન્સ અને મેન્ટેનન્સ, શિસ્તબધ્ધ મૂડી વ્યવસ્થાપન અને મજબૂત સંચાલન માળખું અમારી ટકાઉ વૃધ્ધિનું સતત પીઠબળ બની રહ્યા છે. ભારતમાં વિશાળ પાયે રિન્યુએબલને અપનાવવા તરફ દોરી જવા અમે સક્ષમ છીએ અને દેશને તેના ટકાઉ વિકાસના લક્ષ્યની નજીક પહોંચવામાં યોગદાન આપવાનું અમોને ગૌરવ છે..

નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું નાણાકીય પ્રદર્શન:

(Rs. Cr.)

Particulars Quarterly performance Annual performance
Q4 FY23 Q4 FY22 % change FY23 FY22 % change
Revenue from Power Supply 2,130 1,128 89% 5,825 3,783 54%
             
EBITDA from Power Supply 2 1,968 1,059 86% 5,538 3,530 57%
EBITDA from Power Supply (%) 91.4% 90.6%   91.6% 91.8%  
             
Cash Profit 3 1,365 563 142% 3,192 1,854 72%

ખાસ કરીને ક્ષમતામાં ૨,૬૭૬ મેગાવોટના વધારાના પરિણામે આવક, EBITDA અને રોકડ નફામાં મજબૂત વૃદ્ધિ થઇ છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના કામુથી ખાતે ૨૮૮ મેગાવોટના સોલાર પ્લાન્ટ્સ માટે APTEL તરફથી અનુકૂળ આદેશને માન્ય રાખ્યો હોવાના પરિણામે રૂ.૭૪૮ કરોડ (લેટ પેમેન્ટ સરચાર્જ સહિત)ની એક વખતની આવકમાં વધારો થયો છે અને રુ.૯૦ કરોડની રીકરીંગ હકારાત્મક વાર્ષિક અસર થઈ છે. વિત્ત વર્ષ-૨૩માં, કંપનીએ રુ.૧૫૭ કરોડની આવક પેદા કરતી ૩.૯ મિલીયન કાર્બન ક્રેડિટ્સ હાંસલ કરી છે.

માર્ચ ૨૦૨૩ સુધીમાં રન-રેટ EBITDA મજબૂત રૂ૭,૫૦૫ કરોડ 4 ૫.૪x ૪ ના રન-રેટ EBITDA માટે ચોખ્ખા દેવા સાથે હોલ્ડકો બોન્ડ માટે 7.5x ના નિર્ધારિત કરારની અંદર રહ્યો છે.

વધુમાં અમારા સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયોનું રિયલ ટાઈમ મોનિટરિંગને અદ્યતન એનર્જી નેટવર્ક ઑપરેશન સેન્ટર (ENOC)  સક્ષમ કરે છે જેમાં અતિસૂક્ષ્મ લેવલ અને ઓટોમેટેડ એલર્ટ્સ સુધીની માહિતીની ઍક્સેસ છે. એનાલિટિક્સ સંચાલિત ઓપરેશન અને મેન્ટેનન્સના અભિગમ સાથે પ્લાન્ટની  ઉપલબ્ધતા મહત્તમ હોવાથી વધુ વીજ ઉત્પાદન અને ઉંચી આવક મેળવવા સક્ષમ બનાવે છે. તદુપરાંત ઓપરેશન્ અને મેન્ટેનન્સના ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે પરિણામે  EBITDAના ઉંચા માર્જીન માટે સક્ષમ કરે છે.

અન્ય મહત્વની માહિતી:

  • AGELની રેટેડ ક્રેડિટ સુવિધાઓના ૯૭%ને ‘A’ થી ‘AAA’ સમકક્ષ ક્રેડિટ રેટિંગ સ્કેલ (ભારત) ૫ પર રેટ કરવામાં આવે છે.
  • AGEL એ ૮૬% સાર્વભૌમ/સાર્વભૌમ સમકક્ષ રેટેડ કાઉન્ટર પાર્ટીઓ સાથે મજબૂત કાઉન્ટર પાર્ટી પ્રોફાઇલ સતત જાળવી રાખી છે.
  • AGELની સમગ્ર સંચાલન ક્ષમતા હવે ‘વોટર પોઝિટિવ’ (૨૦૦ મેગાવોટ ક્ષમતાવાળા પ્લાન્ટ માટે), ‘સિંગલ-યુઝ-પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ પ્રમાણિત છે.
  • AGELએ ગ્રો કેર ઈન્ડિયા એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ્સ ૨૦૨૨માં પ્રતિષ્ઠિત ‘પ્લેટિનમ’ પર્યાવરણ પુરસ્કાર જીત્યો છે.
  • AGEL એ અહીં દર્શાવ્યા મુજબ વૈશ્વિક ESG રેટિંગ એજન્સીઓ તરફથી શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ESG રેટિંગ્સ જાળવી રાખ્યું છે.
    • ૯૭ પર્સન્ટાઈલ પર CSR હબ રેટિંગ (કન્સેન્સસ ESG રેટિંગ), વૈકલ્પિક ઉર્જા વૈશ્વિક ઉદ્યોગ સરેરાશથી ઉપર સતત રેન્કિંગ
    • ૧૫.૩ ના સ્કોર સાથે ‘લો રિસ્ક’નું સસ્ટેનેલિટીક્સ ESG રિસ્ક રેટિંગ, વૈશ્વિક યુટિલિટી સેક્ટર એવરેજ ૩૨.૯ કરતાં નોંધપાત્ર રીતે સારું રહ્યું છે
    • ૧૦૦માંથી ૬૧નો સ્કોર DJSI-S&P ગ્લોબલ સસ્ટેનેબિલીટી એસેસમેન્ટ હાંસલ કર્યો છે જે વર્લ્ડ ઇલેક્ટ્રિક યુટીલિટીના ૧૦૦માંથી ૩૨ના સરેરાશ સ્કોર કરતા મહત્વપૂર્ણ રીતે સારો છે.
    • MSCI ESG ‘A’ રેટીંગ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code