Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને સહાયની જાહેરાત

Social Share

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પ્રવાસીઓ ભરેલી બસ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ખાબકવાની દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરું છે. તેમજ બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. દરેક ઘાયલ વ્યક્તિને 50,000 રૂપિયા આપવામાં આવશે.

વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું; “PMNRF તરફથી મધ્યપ્રદેશના ધારમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. દરેક ઘાયલ વ્યક્તિને 50,000 રૂપિયા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં પ્રવાસીઓ ભરેલી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રેલીંગ તોડીને નર્મદા નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 13 વ્યક્તિઓના મોતની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેમજ 15થી વધારે વ્યક્તિઓ લાપતા હોવાનું જાણવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીમાં શોદખોળ હાથ ધરવામાં આવી રહી છે.