1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં ધોરણ 3થી 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષાની કરાઈ જાહેરાત

ગુજરાતમાં ધોરણ 3થી 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષાની કરાઈ જાહેરાત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધીમે-ધીમે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હાલ ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.  ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે. આ અંગે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તબક્કાવાર રીતે સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. અત્યારે ધો-6થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું છે. કેટલાક વાલીઓ કોરોનાને ડરે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલતા ડરી રહ્યાં છે. જેથી આવા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code