Site icon Revoi.in

અમદાવાદમાં રવિવારે જીપીએસસીની પરીક્ષાને લીધે પોલીસ કમિશનરનું જાહેરનામું,

Social Share

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પ્રિલિમીનરી પરીક્ષાનું કાલે તા. 15 ઓક્ટોબરને રવિવારના રોજ યોજાશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પણ GPSCના પરીક્ષા કેન્દ્ર નિયત કરાયા છે. અમદાવાદ શહેરના  તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે સાથે યોજાઈ તે માટે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરાનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર ના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તથા પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા ઉપરાંત પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે GPSC દ્વારા કાલે રવિવારે લેવાનારી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પ્રિલિમીનરી પરીક્ષાને લીધે જાહેરમાનું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કાલે તા. 15 ઓક્ટોબર 2023 રવિવારના રોજ 11 થી 1 વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં જાહેરનામું અમલમાં રહેશે. જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તથા પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા ઉપરાંત પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા અને પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થી શિક્ષકોએ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા ઉપરાંત પરીક્ષા સ્થળમાં ગેરકાયદે પ્રવેશ સહિત 8 વસ્તુઓ પર  પ્રતિબંધિત હુકમો જાહેર કર્યા છે. જેના ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારા સામે  ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ના અધિનિયમની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તારીખ 15 ના રોજ સવારે 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. જેમાં પોલીસ દળ તથા હોમગાર્ડના જવાનો અને પરીક્ષા અનુસંધાને ફરજમાં રહેલા અધિકારીએ કર્મચારીઓને આ નિયમ લાગુ પડતો નથી. તેમ જાહેરનામાના અંતમાં જણાવાયું છે.