1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નર્મદા, ઓરસંગ નદીના પૂરગ્રસ્ત નાના વેપારીઓ, ધંધાર્થીઓને માટે ખાસ સહાયની જાહેરાત
નર્મદા, ઓરસંગ નદીના પૂરગ્રસ્ત નાના વેપારીઓ, ધંધાર્થીઓને માટે ખાસ સહાયની જાહેરાત

નર્મદા, ઓરસંગ નદીના પૂરગ્રસ્ત નાના વેપારીઓ, ધંધાર્થીઓને માટે ખાસ સહાયની જાહેરાત

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમને ઝડપથી પુર્વવત કરવા જાહેર કરેલ આ યોજનાનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા ૨ શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જિલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલ આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહી માસિક રૂ.  લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલા આ રાહત પેકેજમાં લારી-રેકડી માટે ઉચ્ચક રોકડ સહાય 5000, નાની સ્થાયી કેબિન ધારકો ( 40 ચોરસ ફુટ) માટે ઉચ્ચક રોકડ સહાય રૂપિયા 20,000 તેમજ મોટી કેબિન ધારકો (40 ચોરસ ફુટથી વધારે વિસ્તાર) માટે ઉચ્ચક રોકડ સહાય રૂપિયા 40,000 અને નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે પાકા બાંધકામવાળી જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. 5 લાખ સુધી હોય તેમને ઉચ્ક રોકડ સહાય 85,000 રૂપિયા, તથા મોટી દુકાન એટલે કે પાકા બાંધકામવાળી અને જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. 5 લાખથી વધુ હોય તેમને રૂ. 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 ટકાના દરે વધુમાં વધુ કુલ રૂ. 5 લાખ સુધીની સહાય અપાશે પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે.

ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. 31/10/2023 સુધીમાં સંબંધિત મામલતદાર/ નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે. જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. વધુમાં, અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code