- સ્વરૂપાનંદ સરસ્વતીજીના અંતિમ દર્શન માટે અનેક મહાનુભાવો ઉમટ્યાં
- તેમનું 99 વર્ષની વયે નિધન થયું હતું
નવી દિલ્હીઃ દ્વારકા શારદા પીઠ અને જ્યોતિ મઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું રવિવારે 99 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અંતિમ દર્શન માટે મધ્યપ્રદેશના નરસિંહપુર આશ્રમમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત અનેક રાજનેતાઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. સ્વામી સ્વરૂપાનંદના ઉત્તરાધિકારીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમના બે અનુગામી હશે જેઓ વિવિધ પીઠના શંકરાચાર્ય હશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સ્વામી અવિમુક્તેશ્વરાનદજીને જ્યોતિષપીઠ બદ્રીનાથના વડા બનાવવામાં આવ્યા છે અને સ્વામી સદાનંદજીને દ્વારકા શારદા પીઠના વડા બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સ્વામી સ્વરૂપાનંદજીના પાર્થિવદેહની સામે તેમના અંગત સચિવ સુબોધાનંદ મહારાજે આ નામોની જાહેરાત કરી હતી. સ્વામી સ્વરૂપાનંદજીને નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં જમીન સમાધિ આપવામાં આવશે.