વાઈબ્રન્ટ ગુજરાતમાં ગીગા ફેક્ટ્રીના પ્રારંભની ઘોષણા, મુકેશ અંબાણીએ કહ્યુ- રિલાયન્સ હંમેશા રહેશે ગુજરાતની કંપની
ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત શિખ સંમેલનના 10મા સંસ્કરણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત આધુનિક ભારતની વૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. તેમણે કહ્યુ કે હું આજે પુનરોચ્ચાર કરું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાંથી એક તૃતિયાંશ રોકાણ ગુજરાતમાં કર્યું છે. 2024ના બીજા છ માસિક સમયગાળામાં ગુજરાતમાં ગીગા ફેક્ટ્રી શરૂ કરવા માટે તૈયાર છું.
તેમણે કહ્યુ છે કે ગુજરાત 2047 સુધી 3000 અબજ અમેરિકન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. ભારતને 2047 સુધીમાં 35000 અબજ ડોલરની ઈકોનોમી બનાવવાથી કોઈ શક્તિ રોકી શકશે નહીં.
મુકેશ અંબાણીએ કહ્યુ છે કે અમે નવીકરણીય ઊર્જાના માધ્યમથી 2030 સુધી ગુજરાતની અડધી ઊર્જા જરરિયાતોને પૂર્ણ કરવાના લક્ષ્યમાં મદદ કરશે. તેના માટે જામનગરમાં 5000 એકરમાં અમે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કર્યું છે. તેનાથી મોટી સંખ્યામાં નોકરીઓ પેદા થશે અને હરિત ઉત્પાદન સંભવ થઈ શકશે અને ગુજરાતને હરિત ઉત્પાદનોનું અગ્રણી નિકાસકાર બનાવી દેશે. તેને અમે 2024ના બીજા છ માસિક સમયગાળાથી ચાલુ કરવા માટે તૈયાર છીએ. આજે આખું ગુજરાત સંપૂર્ણપણે 5જી સક્ષમ છે, જે દુનિયાના મોટાભાગના દેશો પાસે હજી સુધી નથી. આ ગુજરાતને ડિજિટલ ડેટા પ્લેટફોર્મ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અપનાવવામાં વૈશ્વિક નેતા બનાવી દેશે.
મુકેશ અંબાણીએ કહ્યુ છે કે 5જી-સક્ષમ એઆઈ ક્રાંતિ ગુજરાતની ઈકોનોમીને વધારે ઉત્પાદક, અને વધારે કુશળ બનાવશે. લાખો નવા રોજગારના વસર પેદા કરવા સિવાય આ એઆઈ સક્ષમ ઉત્પાદન કરશે. ગુજરાતમાં શિક્ષણ અને કૃષિ ઉત્પાદકતા, ડોક્ટર, એઆઈ સક્ષમ શિક્ષક અને એઆઈ સક્ષમકેતી, જે સ્વાસ્થ્ય સેવામાં ક્રાંતિ લાવશે.
મુકેશ અંબાણીએ ગુજરાત અને વાઈબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનનું સ્વાગત કર્યું. તેને વૈશ્વિક સ્તર પર સૌથી પ્રતિષ્ઠિત રોકાણકાર શિખર સંમેલનોમાંથી એક માનવામાં આવે છે. આ શિખર સંમેલન બે દશકાઓથી ચાલુ છે. મુકેશ અંબાણીએ મોદી હૈ તો મુમકિન હૈ- આ શબ્દોની સાથે સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યુ કે જ્યારે મારા વિદેશી મિત્રો મને પુછે છે કે મોદી હૈ તો મુમકીન હૈ- નો મતલબ શું છે, તો હું કહું છું કે ભારતના વડપ્રધાન એક વિઝન બનાવે છે અને તેને અમલી બનાવે છે, તે અસંભવને સંભવ બનાવી દે છે. મારા પિતા ધીરુભાઈ અંબાણી મને કહ્યા કરતા હતા કે ગુજરાત હંમેશા તારી કર્મભૂમિ રહેશે.
મહત્વપૂર્ણ છે કે 10થી 12 જાન્યુઆરી સુધી સંમેલનના 10મા સંસ્કરણનું આયોજન થશે. આ વર્ષના સંમેલનનો વિષય ગેટવે ટૂ ધ ફ્યૂચર છે. તેમાં 34 દેશો અને 16 સંગઠનો સામેલ થઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ છે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતની પરિકલ્પનાની સાથે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહેશે.