અમદાવાદ: હોર્મોની ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2005થી મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ આપવામાં આવે છે અને દર વર્ષે કેટલીક ખાસ પ્રકારની કામગીરી કરનાર લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે કોરોનાવાયરસ જેવી મહામારીમાં તથા અન્ય રીતે જેમણે સારુ કામ કર્યું હોય તેમને આ એવોર્ડ આપવામાં આવે છે.
આ વખતે અમેરિકાના આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંત ડો. એન્થની ફાઉચી, કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. સેલ્જા, મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડે અને અન્ય અગ્રણી વૈશ્વિક હસ્તીઓને 2020 માટે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે.
હાર્મોની ફાઉન્ડેશનના પ્રમુખ અબ્રાહમ મથાઇએ કહ્યું કે આ એવોર્ડ 2005 થી શરૂ થયો હતો. આ એવોર્ડ માટે, કોલકત્તાના મિશનરીઝ ઓફ ચેરિટિને આ વર્ષે કોવિડ -19 રોગચાળા દરમિયાન તેમના અવિશ્વસનીય યોગદાન માટે વૈશ્વિક સ્તરે ખ્યાતનામ હસ્તીઓને પસંદ કરવાની તક આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના ડીજીપી-હોમગાર્ડ સંજય પાંડેને, પ્રવાસી પોલીસકર્મીઓ માટે મુંબઇમાં પહેલું રાહત શિબિર ખોલવા બદલ, પોલીસ અધિકારીની કામગીરી સારી રીતે કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. વિકાસ ખન્ના, કેરળના-64 વર્ષીય આરોગ્ય પ્રધાન શૈલજાને પણ આ એવોર્ડ આપવામાં આવશે.
અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી અને ઇન્ફેક્શીયસ ડીસીઝના નિર્દેશક ડોક્ટર ફાઉચી અને તેમના ટાસ્ક ફોર્સે કોરોનોવાયરસ રોગચાળાની તીવ્રતાને માન્યતા આપી હતી અને ફેસમાસ્ક, ક્વારન્ટાઇન અને સામાજિક અંતર જેવા ઉપાયોની શરૂઆત કરી. આ સંસ્થાએ રસીના સંશોધન માટે પણ ફાળો આપ્યો છે. કોવિડ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, આ એવોર્ડ 27 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે વર્ચુઅલ સમારોહમાં આપવામાં આવશે. ડોક્ટરથી પાદરી બનેલ ઇટાલીના 48 વર્ષીય ફાધર ફેબીયો સ્ટેવેનાન્જી, જે દેશના કોરોના પીડિતોની સેવા આપવા માટે તબીબી વ્યવસાયમાં પાછા ફર્યા છે, તેમને પણ આ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.