- દરરોજ સવારે ગરમપાણીનો જ વાપરવામાં યૂઝ કરો
- ઉઠીને ગરમ પાણી તથા મઘનું સેવન કરો
હાલ શિયાળાની મોસન શરુ છે, ત્યારે આવી કડકટી ઠંડીમાં ઘણા લોકોને દરરોજ સવારે જાગીને છીંક આવવાની શરુ થઈ જતી હોય છે.અથવા તો સવારે ઠંડા પાણીમાં હાથ પલળતાની સાથે જ છીંક આવતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં આજે તમને કેટલાક ઘરેલું નુસ્ખાઓ જણાવીશું જે તમને અવાર-નવાર છીંક આવવાની પેરશાનીછી છૂટકારો મેળવી શકાય .
જો અવાર નવાર છીકં આવે તો આટલું કરો
- દરરોજ સવારે ઉઠતાની સાથે ગરમ પાણીનો જ ઉપયોગ કરો, ઠંડા પાણીથી હાથ પગ કે મોઠું ઘોનાવું ટાળો, આ સાથે જ ગરમ પાણી પીવાનું રાખો,એક ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારું પેટ સાફ રહેશે અને કફ છૂટો પડશે છીંક આવતી મટશે.
- બને ત્યા સુઘી સવારે જાગીને પહેલા થોડુ ચાલી લો ,છોડુ વાર્મઅપ કરીલો તચ્યાર બાદ પાણીમાં કામ કરો.
- સતત છીંક આવતા પર તમે અજમાનો સેવનથી રાહત મેળવી શકો છો. તેના માટે તમે એક ગિલાસ પાણીમાં એક ચમચી અજમા નાખી ઉકાળો, હૂંફાણો થતા પર ગાળી લો. તેનું દરરોજ સવારે સેવન કરો
- એંટી ઑક્સીડેંટસ અને એંટી બેક્ટીરિયલ ગુણથી ભરપૂર આમળા ઈમ્યુનિટી માટે સારું હોય છે. બે કે ત્રણ આમળા દરરોજ ખાવાથી છીંકવાની સમસ્યા દૂર થાય છે
- ફુદીનાના તેલને ગર્મ પાણીમાં નાખી વરાળ લેવાથી છીંક બંદ થઈ જાય છે.
- આ સાથે જ નિલગીરીનું તેલ પાણીમાં મિક્સ કરીને તેની વરાળ લો આમ કરવાથી છીંક આવવાની સમસ્યા દૂર થશે.
- આ સાથે જતુલસી, આદુ, લવિંગ, કાળા મરીની ચા પીવો. તેનાથી તમારી સમસ્યા બહુ જલ્દી દૂર થઈ શકે છે.
- આ સાથે જ એક ગ્લાસ પાણીમાં અજમો ,મરી ,અને લવિંગ મિક્સ કરીને તેને 20 મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ છોડું ઠંડુ થાય એટલે તે પાણીનું સેવન કરો આ દરરોજ ખાલી પેટે કરવું જેથી છીંક આવતી બંધ થશે