અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,064 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 119 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 13,085 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 119 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 17 લોકો અને સુરત શહેરમાં 8, રાજકોટમાં 7, વડોદરામાં 5, લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 76,52 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 3744, અને અમદાવાદ જિલ્લામાં 93, સુરત શહેરમાં 903, અને જિલ્લામાં 306, વડોદરા શહેરમાં 648, અને જિલ્લામાં 390, રાજકોટ શહેરમાં 386, અને જિલ્લામાં 110, જામનગર શહેરમાં 398, અને જિલ્લામાં 328, ભાવનગર શહેરમાં 289, અને જિલ્લામાં 102, ગાંધીનગર શહેરમાં 131, અને જિલ્લામાં 155, પાટણમાં 139, મહેસાણામાં 497, દાહોદમાં 190, પંચમહાલમાં 223, બનાસકાંઠામાં 207, ભરૂચમાં 114, ખેડામાં 142, મોરબીમાં 80, કચ્છમાં 211, આણંદમાં 195, મહિસાગરમાં 210, નવસારીમાં 146, સહિત કુલ 12064 કેસ નોંધાયા છે. રાજયમાં 18થી 44 વર્ષ સુધીના આજે કુલ 22,474 લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. જ્યારે 45થી 60 વર્ષ અને તેનાથી વધુ વયના આજે કુલ 38,139 લોકોને પ્રથમ ડોઝ રસિકરણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 5,03,497 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં કોરોનાના 146385 એક્ટિવ કેસો છે જેમાં 775 દર્દીઓ વેન્ટીલેટર પર છે.