Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના વધુ 12,545 કેસ નોંધાયાઃ 123નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 123 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,545 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,90,412 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 123 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 16 લોકો અને સુરત શહેરમાં 9, રાજકોટમાં 8, વડોદરામાં 7, લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 75,92 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 3884  અને અમદાવાદ જિલ્લામાં 73,  સુરત શહેરમાં 1039, અને જિલ્લામાં 388, વડોદરા શહેરમાં 638, અને જિલ્લામાં 380, રાજકોટ શહેરમાં 526, અને જિલ્લામાં 169,  જામનગર શહેરમાં 397, અને જિલ્લામાં 332,  ભાવનગર શહેરમાં 242, અને જિલ્લામાં 80, ગાંધીનગર શહેરમાં 143, અને જિલ્લામાં 159, પાટણમાં 139, મહેસાણામાં 482, દાહોદમાં 220, પંચમહાલમાં 207, બનાસકાંઠામાં 193,  ભરૂચમાં 187,  ખેડામાં 144, મોરબીમાં 87,  કચ્છમાં 187, આણંદમાં 205, મહિસાગરમાં 224, નવસારીમાં 87,   સહિત કુલ 12545  કેસ નોંધાયા છે. રાજયમાં 18થી 44 વર્ષ સુધીના આજે કુલ 27776  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. જ્યારે 45થી 60 વર્ષ અને તેનાથી વધુ વયના આજે કુલ 37,609 લોકોને પ્રથમ ડોઝ રસિકરણ કરવામાં આવ્યુ હતું.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 4,90,412 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં કોરોનાના 147525 એક્ટિવ કેસો છે જેમાં 786 દર્દીઓ વેન્ટીલેટર પર છે.