રાજ્યમાં કોરોનાના વધુ 4541 કેસ નોંધાયાઃ 42નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 4541 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 42 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે,2280 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,09,626 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 42 લોકોના કોરોનાથી મોત થયા જેમાં સૌથી વધુ સુરતમાં 14 લોકો અને અમદાવાદમાં 12 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટ્યો છે.જે 91.87 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, તાપી ,વલસાડ ,કડી ,જામનગર ,આણંદ-ખેડા, મોરબી ,દાહોદના વિવિધ બજારો ધરાવતા નગરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 1296, અને અમદાવાદ જિલ્લામાં 20, સુરત શહેરમાં 891, વડોદરામાં 256,રાજકોટમાં 340, જામનગરમાં 98, ભાવનગરમાં 69,ગાંધીનગરમાં 45, પાટણમાં 118, મહેસાણામાં 91, દાહોદમાં 37, પંચમહાલમાં 33, બનાસકાંઠા 74, ભરુચમાં 23, ખેડામાં 40, મોરબીમાં 40, કચ્છમાં 48, આણંદમાં 30, મહીસાગરમાં 48 સહિત કુલ 4541 કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 2,82,268 લોકોને રસીનો ડોઝ અપાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 76,30,525 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 9,84,583 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. રાજ્યમાં કોવિડ કેર સેન્ટરોમાં 12000 જેટલી બેડનો વધારો કરવોમાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટર બેડ અને આઈસીયુ બેડનો પણ સમાવેશ થાય છે.