Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે દેશને વર્ષના અંત સુધીમાં મળી શકે છે કોરોનાની અન્ય 6 વેક્સિન

Social Share

દિલ્હી – દેશમાં કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા, સરકાર  હવે બીજી વેક્સિન લાવવાની તૈયારીમાં છે, દેશમાં વધુ છ કોરકોનાની વેક્સિન હાલ પરિક્ષણમાંથી પસાર થઈ રહી છે,જેમાં એક વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બીજી વેક્સિનની ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે, ત્યાર બાદ તબક્કાવાર  દરેક વસ્તુના પરિક્ષણ કર્યા પછી તેને બજારમાં લોન્ચ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિતેલા અઠવાડિયે સેન્ટ્રલ મેડિસિન ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડ્રગ રેગ્યુલેટરની નિષ્ણાત સમિતિના તમામ સભ્યો ઉપરાંત સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં થોડા સમયમાં કોરોનાની સામે લડત આપવા માટે જે વેક્સિન લોંચ કરવાની હોય તેની માહિતી આપવામાં આવી હતી, આ બેઠક દરમિયાન અધિકારીઓએ કહ્યું કે ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની મંજૂરી સાથે, અન્ય છ  વેક્સિન હાલ પરિક્ષણના તબક્કામાંથી પસાર થઈ રહી છે,

વિતેલા અઠવાડિયે યોજાયેલી બેઠકમાં સ્પુતનિક વેક્સિનને બજારમાં લાવવાની પ્રક્રિયાને અટકાવવામાં આવી અટકી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળની સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની નિષ્ણાત સમિતિએ રસી બનાવવા બાબતે કેટલીક જાણકારી માંગી હતી , આ માહિતી આપતાની સાથે જ આ વેક્સિન પણ માર્કેટમાં આવી જશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રો પાસેથછી મળતી માહિતી મુજબ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વેક્સિનને લગતા સંપૂર્ણ ડેટા કેટલાક અઠવાડિયામાં મળી જશે અને તેના આધારે વેક્સિનને પણ મંજૂરી આપી શકાશે, જો કે વેક્સિન લોંચ માટેનો કોઈ ચોક્કસ સમય જારી કરાયો નથી.

રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપરાંત, જહોનસન અને જહોનસનની સિંગલ ડોઝ વેક્સિન પણ વહેલી તકે ભારતમાં શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતીય ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીની નિષ્ણાત સમિતિ દ્વારા ટ્રાયલ સંબંધિત ડેટા જેટલા જલ્દી પ્રાપ્ત થશે, તેટલી જ જલ્દી આ વેક્સિનને લોંચ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત દેશમાં અન્ય 4 વેક્સિન જુદા જુદા પરિક્ષણના તબક્કામાં જોવા મળે છે, જેનું આવનારા 4 થી 6 મહિનામાં પરિક્ષણ પૂર્ણ કરવામાં આવશે અને તેમને બજારમાં લોન્ચ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે કે આ વર્ષના અંત સુધીમાં, કોવિડ -19 વેક્સિનના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તો બનીશું જ પરંતુ સાથે સાથે , સમગ્ર વિશ્વને આપણી વેક્સિન પ્રદાન કરીને  સુરક્ષિત કરી શકીશું.

સાહિન-