અમદાવાદઃ શહેરમાં હાઈકોર્ટની ફટકાર અને રાજ્ય સરકારની કડક સુચના બાદ મ્યુનિ.કોર્પોરેશને રખડતા ઢોરને પકડવાની ઝંબેશ સઘન બનાવી છે. મ્યુનિ,ના સીએનડીસી વિભાગના કર્મચારીઓ પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે સવારથી જ રખડતા ઢોર પકડવા માટે નિકળી પડે છે. શુક્રવારે કામગીરીના ભાગરૂપે શહેરના બાપુનગર અને સાઉથ બોપલ સહિત સાત ઝોનમાંથી કુલ 72 રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ ઢોર દક્ષિણ ઝોનમાંથી પકડાયા હતા.
અમદાવાદ શહેરમાં રખડતા ઢોર સામેની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરની માહિતી માટે સીસીટીવી દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શુક્રવારે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો ઠક્કરનગર, બાપુનગર, નરોડા પાટીયા, મણીનગર, બહેરામપુરા, નારોલ, વિરાટનગર, સોનીની ચાલી, ઓઢવ, આદિનાથનગર, રામાપીરનો ટેકરો, આરટીઓ સર્કલ, જમાલપુર, ખમાસા, ગાયકવાડ હવેલી, લાલ દરવાજા, ખાનપુર, મિરજાપુર, ઘાટલોડીયા, એઇસી ચાર રસ્તા, શાસ્ત્રીનગર, સરખેજ, વણઝારગામ, નરીમણપુરાગામ, લાંભા, ઇનગર, લાલગેબી સર્કલ, માધુપુરા, જનતાનગર ફાટકમાંથી રખડતાં ઢોરપકડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મુઠીયાગામ, પામ હોટલ, સાઉથ બોપલ, કુબેરનગર, ચમનપુરા, ગિરધરનગર, વંદેમાતરમ્, પ્રહલાદનગર, સ્યામલ, ભાર્ગવરોડ, બંગલા, ગુરુદ્વારા, થલતેજ, સિંધુભવન, શીલજ, નોબલનગર, મુખી ની વાડી, હાથીજણ, સાબરમતી, કલાપીનગર, ભાડજ, સાયન્સસીટી રોડ, ઇન્દ્રપુરી, અખબારનગર, સુખરામનગર, શાહપુર, ચાંદલોડીયા, વેજલપુર, ખોખરા, હાટકેશ્વર, સીટીએમ, સીમાહોલ, નારણપુરા, ગીતામંદિર, સોલા, એરપોર્ટ, રાયખડ, કિરણપાર્ક, રીલીફરોડ, ખાડીયા, ઘાટલોડીયા, મેમનગર, ભાઇપુરા, અમરાઇવાડી, વસ્ત્રાપુર, વટવા, રામોલ,દુધેશ્વર તથા ખાનપુર વિસ્તારમાં રખડતાં ઢોર પકડવામાં આવ્યા હતા. આમ દિવસ દરમિયાન સાત ઝોનમાંથી 72 રખડતા ઢોરને પકડવામાં આવ્યા હતા.
શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી – 2023 અન્વયે શહે૨માં 7 ઝોનમાં વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત શહેરનાં વટવા વિસ્તારમાં વટવા ગામ સરેઆમ જાહેર રોડ ઉપર પશુ પકડવાની કામગીરી અન્વયે પશુ પકડતી વખતે પશુમાલિકો દ્વારા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભા કરવા બાબતે સીએનસીડી ખાતા દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં વિપુલ મુમણભાઇ ભરવાડ વિરુધ્ધ વટવા પોલીસ ફરીયાદ દાખલ કરી ગુનો દાખલ કરાયો છે.