દિલ્હી- ઈડી દ્રારા સતત દારુ કૌભાંડ મામલે આપના નેતાો પર કડક નજર રખાઈ રહી છે ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ડ્રગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલવંત સિંહના પરિસર સહિત પંજાબમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ બાબતને લઈને મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો સાથે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના કર્મચારીઓ મોહાલી, અમૃતસર અને લુધિયાણામાં વિવિધ સ્થળોએ હાજર છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દિલ્હી-પંજાબ એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડી એ આમ આદમી પાર્ટીમોહાલીના ધારાસભ્ય કુલવંત સિંહના ઘર પર દરોડા પાડ્યા છે. જાલંધર ઈડીએ ઓફિસ પર દરોડા પાડ્યા છે. મોહાલીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ અંગે શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પંજાબ દારૂ કૌભાંડ કેસને લઈને X પર પોસ્ટ કરીને આમ આદમી પાર્ટીની સરકારને ઘેરી છે. બિક્રમ સિંહ મજીઠિયાએ પોસ્ટ કર્યું પંજાબ એક્સાઇઝ કૌભાંડમાં રૂ. 550 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો, જેમાં સીએમ ભગવંત માન, હરપાલ ચીમા મુખ્ય ગુનેગાર છે અને મુખ્ય લાભાર્થી આમ આદમી પાર્ટી છે.
ઉલ્લેખનીય છે કે એસએએસ નગરના આપ ધારાસભ્ય સિંહ (61)ના પરિસરમાં તપાસ એજન્સીના કર્મચારીઓ પણ હાજર છે ઈડી ની કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે. ઈડી એ દિલ્હીની દારૂ નીતિમાં કથિત કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. આ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા પણ એપ્રિલ મહિનામાં સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી.ત્યાર બાદ આપ સરકારના અનેક મંત્રીઓ ઈડીવી રડાર પર છે.