Site icon Revoi.in

દેશને આધુનિક શસ્ત્રો નિર્માણમાં વધુ એક ઉપલબ્ધિઃ- DRDO દ્વારા વિકસિત ટોર્પિડોનું પરીક્ષણ રહ્યું સફળ

Social Share

દિલ્હીઃ- આત્મનિર્ભર ભારત હેઠળ દેશ સતત  આગળ વધી રહ્યો છે ભારત હવે શસ્ત્ર નિર્માણની દિશામાં સતત ઉપલબ્ધિ હાંસલ કરી રહેલો દેશ સાબિત થી રહ્યો છે.પીએમ મોદીના સતત પ્રયત્નોથી મેક ઈન ઈન્ડિયા હેછળ અનેક લડાકુ સાધનો દેષમાં નિર્માણ પામી રહ્યા છએ ત્યારે ડિઆરડીઓને વધુ એક ઉપલબ્ધિ હાંસલ થઈ છે.

હવે અત્યાધુનિક શસ્ત્રો બનાવવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. હકીકતમાં, DRDO દ્વારા વિકસિત ટોર્પિડોનું સરળશ રીતે પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ હેવીવેઇટ ટોર્પિડોએ તેના પાણીની અંદરના લક્ષ્યને સફળતાપૂર્વક પાર કરવાની ક્ષતાથી સજ્જ છે.

આ બાબતને લઈને ભારતીય નૌસેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ‘ભારતીય નેવી અને DRDO માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ટોર્પિડોએ તેના પાણીની અંદરના લક્ષ્યને સચોટ રીતે હાંસલ કરી સફળ સાબિત થયું છે.. નૌકાદળે કહ્યું કે આ આત્મનિર્ભરતા હેઠળ ભવિષ્ય માટે અમારી લડાયક તૈયારી પ્રત્યે સમર્પણ દર્શાવે છે.

, ટોર્પિડોએ નિર્ધારિત સમયની અંદર તેના પાણીની અંદરના લક્ષ્યને સચોટ નિશાન બનાવીને નષ્ટ કરી દીધું. આ ટોર્પિડોનું નિર્માણ DRDOની મદદથી કરવામાં આવ્યું છે. નેવીએ કહ્યું કે પાણીની અંદર ટોર્પિડોનું સચોટ લક્ષ્યાંક તેના માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

આ સાથે જ દરિયામાં ટોર્પિડોના પરીક્ષણને લઈને નેવી દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક નિશાન પાણીની સપાટી પર તરતું દેખાઈ રહ્યું છે. થોડીક સેકન્ડોમાં, ટોર્પિડો ચોક્કસ લક્ષ્યને અથડાવીને તેનો નાશ કરતું જોવા મળે છે.