દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બની રહી છે અનેક સફળ પરિક્ષણો કરવામાં સેના સફળ સાબિત થઈ રહી છએ ત્યારે ભારતીય વાયુસેનાએ વઘુ એક ઉપલબ્ઘિ હાંસલ કરી છે વિતેલા દિવસે તેજસ એરક્રાફ્ટ દ્રારા એક મિસાઈલનું સફળ પરિક્ષણ હાથ ઘરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ LSP-7 એ 23 ઓગસ્ટના રોજ ગોવાના દરિયાકિનારે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઇલ એસ્ટ્રાનું પરીક્ષણ કર્યું હતું. મંત્રાલયે કહ્યું કે ટ્રાયલના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે. આ મિસાઈલને લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈએથી આ એર ક્રાફ્ટમાંથી છોડવામાં આવી હતી.
આ સહીત એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ), હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ), સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન (સીઈએમઆઈએલએસી) અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ દ્વારા આ પ્રક્ષેપણનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
માહિતી અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ADA DRDO CEMILAC DG AQA ને તેજસ LCA થી મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે આ પ્રક્ષેપણ તેજસની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આયાતી શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડશે. તેજસ એ સિંગલ એન્જિન મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ છે જે ઉચ્ચ જોખમી એરસ્પેસમાં કામ કરવા સક્ષમ છે.આ સાથે જ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) પ્રોગ્રામની સ્થિતિની સમીક્ષા કરી છે.