Site icon Revoi.in

દેશની વધુ એક ઉપલબ્ધિઃ બ્રિટનને પછાડીને ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું

Social Share

દિલ્હીઃ- ભારત દેશ કોરોના મહામારી બાદ આર્થિક રીતે ઘણી રિતે મજબૂત બનીને ઊભરી આવ્યો છે, જ્યાં એક તરફ વિશ્વના દેશો કોરોના મહામારી બાદ આર્થિક રીતે તંગીમાંથી પસાર થઈ રહ્યા છે ત્યા બીજી તરફ આત્મનિર્ભર ભઆરત હેઠળ તથા અને ક્ષેત્રમાં પોતાનાનું મહત્વનું યોગદાન આપીને ભારતની અર્થવ્યવસ્થા વધુ સધ્ધર બની છે.

ત્યારે હવે ભારત આર્થિક દ્ર્ષ્ટિએ વધુને વધુ મજબૂત બનતો દેશ બનીને ઊભરી આવ્યો છે આ મામલે તેણે બ્રિટનને પણ પાછળ પછાડી દીઘુ છે અને હવે ભઆરત સમગ્ર વિશ્વભરમાં 5મી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું. ત્યારે બ્રિટન હવે 6 ઠ્ઠા સ્થન પર આ મામલે પહોંચી ચૂક્યું છે.

બ્રિટનને 2021ના છેલ્લા ત્રણ મહિનામાં પછાડીને ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જીડીપી ડેટા પ્રમાણે, ભારતે પ્રથમ ક્વાર્ટરમાં તેની વૃદ્ધિમાં ઘણો વધારો કર્યો છે. હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા 2027 સુધીમાં યુકે કરતા આગળ રહેવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. તે જ સમયે, આ વર્ષે તેમાં સાત ટકાથી વધુ વૃદ્ધિની અપેક્ષા કરવામાં આવી છે.

IMFના ડેટા અનુસાર, યુએસ ડોલરમાં ગણવામાં આવે છે, કેલેન્ડર વર્ષ 2021ના છેલ્લા ક્વાર્ટરમાં ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું છે. ભારતીય અર્થતંત્રનું કદ 854.7 અરબ ડોલર હતું, જે માર્ચ ક્વાર્ટરના અંતે IMF અને ડૉલર વિનિમય દર દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટાના આધારે હતું. સમાન સમયગાળા દરમિયાન યુકેના અર્થતંત્રનું કદ 816 અરબ ડોલર હતું.

ઉલ્લેખનીય છે કે નવી સિદ્ધિ હાંસલ કર્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઝડપ સાથે ભારત ટૂંક સમયમાં વાર્ષિક ધોરણે પણ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. મોટી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો હવે માત્ર અમેરિકા, ચીન, જાપાન અને જર્મની ભારતથી આગળ છે. એક દાયકા પહેલા ભારત 11મા ક્રમે હતું જ્યારે આજે ભારતની સ્થિતિ કંઈક ઓર જોવા મળી છે.જે ભારતની મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય.