- ભારતીય વાયુસેનાનું મિગ-21 ટ્રેનિંગ દરમિયાન થયું ક્રેશ
- પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ જેસલમેરમાં બની ઘટના
- એક મહિનામાં સેનાનું બીજું વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત
- વિમાનમાં હાજર પાયલટ થયા શહીદ
દિલ્હી:ભારતીય વાયુસેનાનું મિગ-21 લડાકૂ વિમાન પ્રશિક્ષણ ઉડાન દરમિયાન રાજસ્થાનના જેસલમેર નજીક ક્રેશ થયું હતું.વિમાનમાં હાજર પાયલટ શહીદ થઈ ગયા છે. ભારતીય વાયુસેના દ્વારા વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાના શહીદના સમાચાર આપવામાં આવ્યા છે.25 ઓગસ્ટે વાયુસેનાનું મિગ-21 બાઇસન લડાકૂ વિમાન બાડમેરમાં ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું.જોકે,વિમાનમાં પાયલોટ સુરક્ષિત હતો. પરંતુ આ અકસ્માતમાં પાયલોટ હર્ષિત સિન્હા શહીદ થયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન શુક્રવારે રાત્રે જેસલમેરમાં ક્રેશ થયું હતું. જેસલમેરના એસપી અજય સિંહે જણાવ્યું કે,વિમાન સામ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેઝર્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં ક્રેશ થયું હતું.એસપીએ કહ્યું કે,સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેઓ પણ અકસ્માત સ્થળ તરફ જઈ રહ્યા છે.આ પહેલીવાર નથી જ્યારે એરફોર્સનું પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હોય. આ પહેલા પણ મિગ-21 વિમાનો દુર્ઘટનાનો શિકાર બની ચૂક્યા છે.
8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. જેમાં દેશના પહેલા CDS બિપિન રાવત અને તેમની પત્ની પણ સામેલ હતા.એક મહિનાની અંદર એરફોર્સનું વધુ એક પ્લેન ક્રેશ થયું છે. પાયલટ હર્ષિદ સિંહા શહીદ થયા છે.