દક્ષિણ આફ્રિકા સામે મેચ હાર્યા બાદ ભારતને વધુ એક ફટકો, WTC પોઈન્ટ કાપાયા અને મેચ ફી કાપાઈ
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને સેંચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો સામને કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને સ્લોઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચમાં રોહિત બ્રિગેડને 1 દાવ અને 32 રનોથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતે ત્રીજા જ દિવસે આત્મસમર્પણ કર્યું હતું. મેચ હાર્યા બાદ ટિમ ઈન્ડિયાને વધુ એક ફટકો પડ્યો છે.
ટીમ ઈન્ડિયા સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ પ્રથમ ટેસ્ટમાં સ્લોઓવર રેટના કારણે ટીમ ઈન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે શરૂઆતની ટેસ્ટમાં બે ઓવર ઓછી બોલિંગ ફેંકવાના કારણે રોહિત શર્માની ટીમમાંથી મહત્વપૂર્ણ ICC વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપના બે પોઈન્ટ કાપી દીધા છે.
આ સિવાય તેના પર મેચ ફી ના 10 ટકાનો દંડ પણ કરાયો છે. આઈસીસી એલીટ પૈનલ ઓફ મેચ રેફરી ક્રિસ બોન્ડએ ભારતને લક્ષ્યથી બે ઓવર પાછળ રહેવા બાદ આ સજા સંભળાવી છે. આઈસીસી કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.22 અનુસાર ટીમ ઈન્ડિયા પર આ દંડ લગાવ્યો છે. જે લઘુત્તમ ઓવર-રેટથી સબંધીત છે. આમાં ખેલાડીયોને નિશ્ચિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ થવા વાળી પ્રત્યેક ઓવર માટે મેચની ફીના 5 ટકા દંડ લગાવવામાં આવે છે.
સેંચુરિયનમાં ટેસ્ટ મેચ હાર્યા પછી, ભારત ત્રણ ટેસ્ટ મેચમાં 16 પોઈન્ટ અને 44.44 પોઈન્ટની ટકાવારી સાથે નીચે આવી ગયુ છે.