તામિલનાડુમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.4 નો બીજો કેસ સામે આવ્યો
- ઓમિક્રોનના સબવેરિએન્ટનો બીજો કેસ સામે આવ્યો
- તામિલનાડુમાં નોંધાયો બીજો કેસ
દિલ્હી – એક તરફ દેશભરમાં કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે અને ત્રીજી લહેરની શંકાઓ સમાપ્ત થઈ છે એવી સ્થિતિમાં દેશમાં જ્યા કોરોનાના સબ વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારે હવે બીજા કેસની પણ પૃષ્ટી કરવામા આવી છે
હવે આ વેરિએન્ટે ભારતમાં પણ દસ્તક આપી છે. હૈદરાબાદ પછી ભારતમાં તેના બીજા કેસની પુષ્ટિ થઈ છે. નવો કેસતમિલનાડુનો જણાવવામાં આવી રહ્યો છે. તમિલનાડુના આરોગ્ય મંત્રી સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોનના BA.4 સબ-વર્ઝનના એક કેસની પુષ્ટિ થઈ છે. ભારતમાં નોંધાયેલ BA.4 સબ-વેરિઅન્ટનો આ બીજો કેસ છે.
જાણકારી પ્રમાણે આ ચેપગ્રસ્ત વ્યક્તિ તમિલનાડુના ચેનિયાથી 30 કિમી દૂર આવેલા ચેંગલપટ્ટુ જિલ્લાના નવલુરનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા શુક્રવારે હૈદરાબાદમાં BA.4 સબ-વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો હતો.
આ વેરિએન્ટનો નો પહેલો કેસ મળ્યા પછી, દક્ષિણ આફ્રિકાથી હૈદરાબાદની મુસાફરી કરનાર વ્યક્તિના સંપર્ક આવનારા તમામે તમામનું ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. તે ક્વોરેન્ટાઇન હેઠળ હતો અને 9 મેના રોજ તેના નમૂના લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ સોમવારે, 23 મેના રોજ આ બાબતે એક બુલેટિન બહાર પાડશે. નોંધપાત્ર રીતે, BA.4 સંસ્કરણ સૌપ્રથમ 10 જાન્યુઆરી 2022 ના રોજ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. ત્યારથી તે દક્ષિણ આફ્રિકાના તમામ પ્રાંતોમાં જોવા મળે છે.