- દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો
- ઝિમ્બાબ્વેથી આવેલો વ્યક્તિ સંક્રમિત
દિલ્હીઃ- દેશભરમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે વિતેલા દિવસે મહારા્ટ્રમાં આ નવા વેરિએન્ટના બે કેસ સામે આવ્યા હતા ત્યાર બાદ એજ રાજધાની દિલ્હીમાં એક નવો કેસ સામે આવ્યો છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝિમ્બાબ્વેથી દિલ્હી પહોંચેલા એક યાત્રીના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ બાદ જાણવા મળ્યું છે કે દર્દી ઓમિક્રોનથી સંક્રમિત છે. આ પછી, દિલ્હીમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને બે થઈ ગઈ છે. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રીમાં દક્ષિણ આફ્રિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં વિદેશથી આવતા લોકો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લોક નારાયણ જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ 27 દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યા છે. જેમાંથી 25ના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બે લોકોના સેમ્પલમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઓમિક્રોનથી સંક્રમિત મળી આવેલો વ્યક્તિ ભારતીય છે અને તે વિદેશ પ્રવાસે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.