અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે. મહેસાણાના વીજપુરની મહિલાને ઓમિક્રોનને ચેપ લાગ્યો હોવાનું જામવા મળે છે. આમ ગુજરાતમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને પાંચ ઉપર પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં 3 અને સુરતમાં એક ચાર ઓમિક્રોનના કેસ ગુજરાતમાંથી મળી આવ્યાં છે. બીજી તરફ ઓમિક્રોનના ભય વચ્ચે સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન મહેસાણાના વીજાપુરની એક મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તે ઝિમ્બાબ્વેથી આવેલી એક મહિલના સંપર્કમાં આવી હતી. આ મહિલાના પરિવારજનો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ મહિલાના પાડોશી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ કાઢવામાં આવ્યા છે. હાલ આ મહિલાને કેવી રીતે ઓમિક્રોનનો ચેપ લાગ્યો તે જાણવુ મોટો પડકાર છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન મહિલાના ઓમિક્રોમની માહિતી સામે આવી હતી.
(Photo-File)