મુંબઈ : કોમેડી ટીવી સિરીયલની દુનિયામાં પોતાની મહેનતથી દર્શકોના દિલમાં સ્થાન મેળવનારો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધીમે ધીમે પોતાની આકર્ષકતા ખોવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નટુકાકા, હંસરાજ હાથીના નિધન બાદ બબીતા (મુનમુન દત્તા) બાદ હવે શૈલેષ લોઢા પણ શો છોડવાની તૈયારીમાં છે તેવી જાણકારી મળી રહી છે.
તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ શોને અલવિદા કહ્યું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ TMKOCને અલવિદા કહી રહ્યો છે.
મીડિયા અહેવાલો મુજબ રાજ અનડકટ હવે આ શોમાં જોવા નહીં મળે. જોકે તે થોડા દિવસો પહેલાથી જ શોમાં દેખાયો નથી. જો કે મેકર્સ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અત્યારે આ બાબતોને માત્ર અફવા તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ આ સમાચારથી ચાહકો પણ થોડા પરેશાન થઈ ગયા છે.
પહેલા ટપ્પુની ભૂમિકા ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો, પરંતુ 9 વર્ષ પછી તેણે આ શોને ટાટા-બાય-બાય કહી દીધું હતું. તે 2008થી 2017 સુધી દર્શકોને હસાવતો હતો, પરંતુ 2017 પછી આ જવાબદારી રાજ અનડકટે લીધી હતી.