સંરક્ષણ મામલે ભારતને વધુ એક ઉપલબ્ધિ – DRDO દ્રારા પ્રથમ વખત અંધારામાં અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળ પરિક્ષણ
- સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ એક ઉપલબ્ધિ
- DRDO દ્રારા પ્રથમ વખત અંધારામાં મિસાઈલનું સફળ પરિક્ષણ
દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે સતત આગળ વધી રહ્યો છે વિશઅવ સાથે તે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છએ ત્યારે જો રક્ષા ક્ષેત્રની વાત કરીએ તો ભારત સતત શફળતાની સીડી સર કરી રહ્યું છે,ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન વિતેલા દિવસને બુધવારે સાંજે નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પ્રથમ વખત હતું જે પ્રી-ઇન્ડક્શન નાઇટ લોન્ચ હતું.
આ મિસાઈલનું પરિક્ષણ ઘોર અંધકારમાં, કરાયું હતું અગ્નિ પ્રાઇમ મિસાઇલને ઓડિશાના ડૉ એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી વિતેલી સાંજે 7.30 વાગ્યે છોડવામાં આવી હતી. આ મિસાઈલ તેના તમામ માપદંડો પર સફળ સાબિત થઈ છે.આ દેશને મોટી ઉપલબ્ધિ મળી છે.
લોન્ચિંગના મનિટરિંગ માટે રડાર, ટેલિમેટ્રી અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવા રેન્જ ઈન્સ્ટ્રુમેન્ટેશનને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા જેમાં લોંચ પર દેખરેખ રાખવા માટે ટર્મિનલ પોઈન્ટ પર બે ડાઉન-રેન્જ વેસલ્સનો સમાવેશ થાય છે
જાણકારી પ્રમાણે ત્રણ સફળ વિકાસલક્ષી પરીક્ષણો પછી આ પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ લોન્ચિંગ હતું. આ સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતાને માપવા માટે કરવામાં આવ્યું હતું. મિસાઇલના સમગ્ર માર્ગને આવરી લેવા અને ફ્લાઇટનો ડેટા મેળવવા માટે ટર્મિનલ પોઇન્ટ પર બે ડાઉનરેન્જ જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા.
આ મિસાઈલના સફળ પરીક્ષણથી ભારતની સૈન્ય શક્તિમાં વધારો થયો છે. આ મિસાઈલ અગ્નિ શ્રેણીની આધુનિક, ઘાતક, સચોટ અને મધ્યમ રેન્જની પરમાણુથી સમૃદ્ધ મિસાઈલ છે. જે દુશ્મોનાના નિશાને તાકશે અને દુશ્મનો સામે તેજધાર પ્રહાર કરશેય