Site icon Revoi.in

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, કેન્દ્રબિંદુ ખાવડાની નજીક નોંધાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધ્રરા ધ્રુજી હતી. કચ્છના ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. કચ્છના ખાવડા નજીક સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયુ હતું. સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. કચ્છમાં હાલ ભૂકંપના આંચકા આવી રહ્યાં છે તેની પાછળ વર્ષ 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ નોંધાતા હોવાનું જાણકારો માની રહ્યાં છે.

કચ્છમાં વર્ષ 2001માં ગોઝારો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘર વિહોણા બન્યાં હતા. વર્ષ 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનેકવાર ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય  છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.