Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ફરી 4.5ની તીવ્રતાનો ભૂકંપ,10 કિલોમીટરની ઊંડાઈ પર હતું કેન્દ્ર

Social Share

દિલ્હી: અફઘાનિસ્તાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 328 કિમી પૂર્વમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે,આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

અફઘાનિસ્તાનમાં છેલ્લા એક મહિનામાં અનેક વખત ભૂકંપ આવ્યા છે. ગયા અઠવાડિયે જ અફઘાનિસ્તાનમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઑક્ટોબરની શરૂઆતમાં હેરાત પ્રાંતમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 4,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. અને હજારો મકાનો ધરાશાયી થયા હતા. હેરાત અને આસપાસના વિસ્તારોમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે.

નેપાળના રાષ્ટ્રીય ધરતીકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં પણ લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળની રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાજરકોટ કાઠમંડુથી પશ્ચિમમાં લગભગ 500 કિલોમીટર દૂર છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ કાઠમંડુમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ દરમિયાન લોકો રસ્તા પર ડરી ગયેલા જોવા મળ્યા હતા.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.