Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ આવવાની ઘટના, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંઘાઈ

Social Share

 

દિલ્હી- પાડોશી દેશ અફઘાનિસ્તાન કે જ્યાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે અહી કેટલીક વખત સામાન્ય આચંકાઓ તો ક્યારેય વિનાશ કારક ભૂકંપની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે વિતેલી રાતે ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવવાની ઘટના હજી રોકાય નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. અફઘાન નાગરિકો ભૂકંપના આંચકામાંથી પુનઃપ્રાપ્ત થઈ શકતા નથી તે પહેલાં તેઓ ફરીથી આંચકા અનુભવવાનું શરૂ કરે છે.

માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે ભારતીય સમય અનુસાર 1 વાગ્યે આસપાસ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નતી જો કે રાત્રે મોટા ભાગના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 7 ઓક્ટોબરે હેરાતના આ જ ભાગમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું હતું. ત્યારથી આઠ વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યા છે, જેમાં ઘણા ગ્રામીણ ઘરો પડી ગયા છે અને 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો વધુ ઘાયલ થયા છે.