Site icon Revoi.in

હોળીને લઈને મથુરામાં અનેરો ઉત્સાહ – શ્રીધામ વૃંદાવનમાં વિદેશી પર્યટકો પણ પહોંચ્યા

Social Share

મથુરા – હોળીની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે. ચારે તરફ રંગોનું વેચાણ , ખાણીપીણીની માર્ટો સજી રહી છે,ખજૂર ,કોપરા હારડા ,નારિયેળ અને પિચકારીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે મથુરામાં પણ હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અહીંની હોળી દરવર્ષે કંઈક ખાસ હોય છે.આ દિવસોમાં ઉત્તર પ્રદેશના તીર્થધામ મથુરામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.

શ્રી કૃષ્ણની લીલા નગરી શ્રીધામ વૃંદાવનમાં ચારેબાજુ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. બ્રજની હોળી માણવા વિદેશી પર્યટકો પણ પહોંચ્યા છે. શનિવારે બપોરે વૃંદાવન નજીકના ગામ કિકી કા નાગલામાં ફૂલોની હોળી રમવામાં આવી હતી. વિદેશી ભક્તો પણહોળઈના રંગોમાં રંગાયા છે.

જર્મનીના નિવાસી સ્વામી વિશ્વાનંદ મહારાજે સેંકડો વિદેશી કૃષ્ણ ભક્તો સાથે ફૂલોની હોળી રમી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ હરિનામ સંકિર્તન અને હોળીના ગીતો સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ગાયક પણ વિદેશી ભક્ત રામદાસ હતા. જ્યારે તેઓએ એક પછી એક હોળીના ભજનો અને ગીતો રજૂ કર્યા ત્યારે વિદેશી મહિલાઓએ નાચવામાંથી પીછેહઠ કરી ન હતી.આ રીતે અહી હોળી મનાવવાની ઘૂમઘામથી શરુઆત થઈ હતી.
રામા ફાર્મ ખાતે હોળીના તહેવારની અનોખી રંગત સર્જાઈ  હતી. જ્યાં કેટલાક સ્થાનિક ભક્તો હોળીની મજામાં મગ્ન હતા ત્યાં વિશ્વાનંદ મહારાજ પણ વિદેશી કૃષ્ણ ભક્તો સાથે ફૂલોથી હોળી રમતા જોવા મળ્યા હતા.
આ સહીત અમેરિકા, જાપાન, ઈંગ્લેન્ડ, જર્મન વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં વિદેશી કૃષ્ણ ભક્તોએ ગુરુ વિશ્વાનંદ મહારાજ સાથે ફૂલોની હોળી રમી સમગ્ર વાતાવરણને હોળીની મજામાં તરબોળ કરી દીધું હતું.અહી હોળીનો આ રીતે અનોખો ઉત્સાહ વિદેશી પર્યટકોમાં પણ જોવા મળ્યો હતો.