Site icon Revoi.in

વિદેશમાં વધુ એક ગુજરાતની હત્યાઃ આફ્રિકામાં સામાન્ય તકરારમાં ભરૂચના યુવાનનું ખુન

Social Share

અમદાવાદઃ વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી અભ્યાસ અને રોજગારી અર્થે ગયેલા કેટલાક ગુજરાતીઓની હત્યાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. દરમિયાન હવે વધુ એક ગુજરાતની હત્યાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં માર્ગ અકસ્માતની ઘટનાને પગલે થયેલી તકરારમાં ભરૂચના યુવાન કરાઈ છે. યુવાનની હત્યાને પગલે ભરૂચ સ્થિત તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મનુબર ગામનો આસિફ લિયાકત ઘણા સમયથી દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા ખાતે રહે છે. દરમિયાન પ્રિટોરિયા નજીક એક ટાઉનમાંથી આસિફ લિયાકત મોટરકાર લઈને પસાર થઈ રહ્યાં હતા. માર્ગમાં તેમની મોટરકારને અકસ્માત નડ્યો હતો. વાહન અકસ્માતને પગલે મારામારી થઈ હતી. જેમાં હુમલાખોરોએ મારક હથિયારો વડે આસિફ ઉપર હુમલો કર્યો હતો. જેમાં ગંબીર રીતે ઘવાયેલા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ દૂર્ઘટનામાં આસિફ લિયાકતનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું.

દક્ષિણ આફ્રિકામાં આસિફની હત્યાની જાણ થતા ભરૂચમાં રહેતા તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં તેમના ઘરે ઉમટી પડ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકામાં ભારતીય યુવાનોસમયાંતરે હુમલાનો શિકાર બનતા રહે છે. નજીવી બાબતે અને કેટલીકવાર નિષ્કારણ આ હુમલાઓમાં જીવ ગુમાવેછે. વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજન વધતી ભારતીયો ઉપર હુમલાની આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે જે ભારત સરકાર આ મામલે જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.