નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન કુલગામમાં ફરી એકવાર ટાર્ગેટ કિલીંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ બેંક મેનેજરની ગોળીમારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં સાંબા ખાતે ટીચનર રજની બાલાની આતંકવાદીઓએ ગોળીમારીને હત્યા કરી હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ટાર્ગેટ કીલીંગની વધુ એક ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. કુલગામમાં આતંકવાદીઓ વિજય કુમાર નામના બેંક મેનેજરની ગોળીમારીને હત્યા કરી હતી. વિજય કુમાર રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળે છે. ટાર્ગેટ કિલીંગની 3 દિવસમાં આ બીજી ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે બેંક મેનેજરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. તેમજ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન શરૂ કર્યું છે. બીજી તરફ આતંકવાદીઓ હવે જમ્મુ-કાશ્મીરમાં નિર્દોશ નાગરિકોની હત્યા કરી રહ્યાં છે.