અમેરિકામાં વધુ એક મૂળ ભારતીય મહિલાને સાંસદમાં સ્થાન મળ્યું -હાઉસ જ્યુડિશિયરી કમિટી પેનલના રેન્કિંગ સભ્ય તરીકે નિયુક્ત
- મૂળ ભારતીય મહિલાને યુએસમાં મળ્યું ખાસ પદ
- હાઉસ જ્યુડિશિયરી કમિટી પેનલના રેન્કિંગ સભ્ય તરીકે નિયુક્ત
દિલ્હીઃ- મૂળ ભારતીય લોકોનો હવે વિદેશમાં પણ દબદબો જોવા મળે છે ત્યારે વધુ એક મૂળ ભારતીય મહિલાએ અમેરિકાની સંસંદમાં પોતાનું નામ રોશન કર્યું છે ભારતીય મૂળની પ્રમિલા જયપાલને ઈમિગ્રેશન પરની શક્તિશાળી હાઉસ જ્યુડિશિયરી કમિટી પેનલના રેન્કિંગ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જાણકારી પ્રમાણે આ સાથે જ પ્રમિલા પેટા સમિતિનું નેતૃત્વ કરનાર તે પ્રથમ ઇમિગ્રન્ટ બન્યા. તેઓની ઉમંર 57 વર્ષની છે, જે વોશિંગ્ટનના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે જ હવે તેઓ જો લોફગ્રેનનું સ્થાન ગ્જેરહણ કરશે.
રેન્કિંગ સભ્ય તરીકે નામ આપવામાં આવ્યા બાદ પ્રમિલા જયપાલે કહ્યું, “યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલી પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા બનવાનું મને ગૌરવ છે. પ્રમિલાએ કહ્યું કે, તે 16 વર્ષની હતી ત્યારે જ અમેરિકા આવી હતી. જોકે, અમેરિકન નાગરિક બનવા માટે તેને 17 વર્ષ રાહ જોવી પડી હતી.
તેમણે એમ પણ કહ્યું કે હવે હું તૂટેલી ઇમિગ્રેશન સિસ્ટમને ફરીથી બનાવવાની ભૂમિકા નિભાવીશ.” લાંબા સમયથી ઇમિગ્રન્ટ્સ માટે લડાઈ પ્રમિલા યુએસ કોંગ્રેસમાં આવતા પહેલા ઘણા સમયથી ઇમિગ્રન્ટ્સ માટે લડત આપી રહી છે. તેણે વોશિંગ્ટનની સૌથી મોટી ઇમિગ્રન્ટ સંસ્થા વન અમેરિકા (અગાઉ હેટ ફ્રી ઝોન) પણ શરૂ કરી. તેઓ 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા બાદ તેની રચના કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા દ્વારા તેમને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.