પાકિસ્તાનમાં વધુ એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સલાહુદ્દીન જાહેરમાં ફરતો જોવા મળ્યો
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને દુનિયાના વિવિધ દેશો પાસેથી મદદ માગું રહ્યું છે, તેમ છતા આતંકવાદીઓને છાવરવાનું શરીફ સરકારે ચાલુ રાખ્યું છે. અનેક દેશો અને યુએનએ આતંકવાદને પ્રોત્સાહન નહીં આપવા સુચના આપી છે પરંતુ કાશ્મીર રાગ આલોપીને દુનિયાના વિવિધ દેશ સામે બિચારા-બાપડા તરીકે દેખાવો કરવાની સાથે પાકિસ્તાન પોતે આતંકવાદ પીડિત હોવાનો લુલો બચાવ કરી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હિઝબુલના નેતા સલાહુદ્દીન જોવા મળ્યો હતો. તેમજ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આતંકવાદી સલાહુદ્દીનને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયેલો સલાહુદ્દીન પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે, તેમજ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં આતંરરાષ્ટ્રીય આતંકવાદી સલાહુદ્દીન ભારતને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. એટલું જ નહીં સલાહુદ્દીન સાથે પાકિસ્તાની સેનાના કમાન્ડો જોવા મળે છે. એક બાજુ પાકિસ્તાન પોતે આતંકવાદ પીડિત હોવાનો લુલો બચાવ કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે એટલું જ નહીં તેમન રક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનો કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમ પણ પાકિસ્તાનમાં છુપાયેલો છે, એટલું જ નહીં અગાઉ કુખ્યાત ત્રાસવાદી લાદેનને પણ અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનમાં જ ઠાર માર્યો હતો.