- યૂએનએ આપી ચેતવણી
- યૂએન એ કર્મીઓને પાકિસ્તાનમાં નોંધાયેલ એરલાઇન્સ સાથે યાત્રા ન કરવા કહ્યું
દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રએ તેમના તમામ કર્મચારીઓને સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં નોંધાયેલ એરલાઇન્સ સાથે મુસાફરી ન કરવા જણાવ્યું છે. શ્વિક સંસ્થાએ આ પગલું એવા સમયે ભર્યું છે કે જ્યારે પાકિસ્તાની એરલાઇન્સમાં પાઇલટોના બનાવટી લાઇસન્સના સમાચાર થોડા મહિના પહેલા બહાર આવ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને યુએનએ આ ચેતવણી જારી કરી છે.
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ગાઇડલાઈન જારી કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના બનાવટી લાઇસન્સ અંગે ચાલી રહેલી તપાસને પગલે ‘સિવિલ એવિએશન ઓથોરિટી’ ને પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ એર ઓપરેટરોના ઉપયોગ અંગે ચેતવણી આપવામાં આવી રહી છે. ‘
ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન કરાચીમાં વિમાન દુર્ઘટના થયા બાદથી પાકિસ્તાની ઉડ્ડયન સેવા વિવાદોમાં રહી છે. દેશના મંત્રીએ પોતે જ દાવો કર્યો હતો કે દેશમાં મોટી સંખ્યામાં પાઇલટ્સ પાસે બનાવટી લાઇસન્સ હોય છે. એટલું જ નહીં સંસદમાં એવું પણ માનવામાં આવતું હતું કે એરલાઇન સ્ટાફ દાણચોરી જેવા ગુનાઓમાં ઘણી વખત પકડાઈ રહ્યો છે.
યુએનએ જારી કરેલા દિશા નિર્દેશ તમામ પાકિસ્તાન એરલાઇન્સ માટે જારી
યુએન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા તમામ પાકિસ્તાન એરલાઇન્સ માટે જારી કરવામાં આવી છે. આ સૂચનો યુએનની તમામ એજન્સીઓ – યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુએન રેફ્યુજી હાઈ કમિશન, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુએન શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સંગઠન વગેરે તમામને લાગુ પડશે.
આ પગલાના ભાગરૂપે, પાકિસ્તાનમાં કાર્યરત યુએન અધિકારીઓ કોઈ પણ પાકિસ્તાની રજિસ્ટર્ડ એરલાઇન દ્વારા પાકિસ્તાનની અંદર યાત્રા કરી શકશે નહીં. યુએનના દિશા નિર્દેશમાં જણાવાયું છે કે એર ઓપરેટર માહિતી નવી સ્વચાલિત સિસ્ટમનું પરિણામ છે, જે સુધારેલી વૈશ્વિક હવાઈ મુસાફરી સલામતી નીતિ સાથે જોડાયેલ છે.
સાહિન-