- જમ્મુ કાશ્મીરમાં મળી વધુ એક સુરંગ
- છેલ્લા 10 દિવસમાં આ બીજી સુરંગની ભાળ મેળવી
- સુરક્ષાદળોએ 150 મીટર લાંબી અને 30 ફૂટ ઊંડી સુરંગ શોધી
દિલ્હીઃ-સીમા સુરક્ષા દળોને શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના હિરાનગરમાં પાનસર ખાતે એક સુરંગ મળી આવી છે. તેની લંબાઈ 150 મીટર હોવાનું જણાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની ગુપ્તચર વિભાગ દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે આ સુરંગ બનાવવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 10 દિવસમાં બીજી સુરંગ વિશે માહિતી મળી આવી છે. સુરક્ષા એજન્સીઓની આ અંગેની તપાસ જોતરાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમી આધારે બીએસએફને જમ્મુના પાનસર વિસ્તારમાં એક બીજી સુરંગ એન્ટી ટનલિંગ ડ્રાઇવની શ્રેણીમાં મળી આવી છે. બીપી નંબર 14 અને 15 વચ્ચે આ સુરંગની ભાળ મળી છે,આ સુરંગ લગભગ 150 મીટર લાંબી અને 30 ફૂટ ઉંડી છે.
બીએસએફ એ જૂન 2020 માં આજ વિસ્તારમાં શસ્ત્રો અને દારૂગોળો વહન કરતા પાકિસ્તાની હેક્સોપ્ટરને ઠાર કર્યો હતો, સૈનિકોએ નવેમ્બર 2019 માં પણ આ જ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સત્તાવાર સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં જમ્મુ વિભાગમાં દસમી ટનલ અને છેલ્લા છ મહિનામાં આ ચોથી મળી આવી છે.
સાહિન-