Site icon Revoi.in

આઝાદ ભારતની બીજી ભૂલ :1989માં રાજીવ ગાંધીએ કરેલી રાજકીય ભૂલની કિંમત 2024માં કૉંગ્રેસ ફરીવાર ચુકવશે!

Social Share

નવી દિલ્હી:  1984ની લોકસભાની ચૂંટણીમાં 414 બેઠકો જીતનારી કોંગ્રેસ 1989ના ઈલેક્શનમાં 197 બેઠકોમાં સમેટાય ગઈ હતી. પરંતુ 1989માં કોંગ્રેસ 197 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી. ત્યારે લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી જનતાદળ હતી અને તેને માત્ર 143 બેઠકો મળી હતી. જનતાદળ અને તેના ગઠબંધનમાં સૌથી મોટા નેતા વી. પી. સિંહ વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર હતા.

રાજીવ ગાંધીએ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં કોંગ્રેસ તરફથી સરકાર બનાવવાનો દાવો કર્યો નહીં. જેને કારણે વૈચારીક દુશ્મન એવા ભાજપ અને ડાબેરી મોરચાએ બહારથી ટેકો આપીને વી. પી. સિંહન સરકાર બનાવી દીધી હતી. રાજીવ ગાંધીની કદાચ ગણતરી હશે કે આ અતાર્કિક ગઠબંધન વધારે દિવસ ચાલશે નહીં અને ફરીથી તેઓ આગામી ચૂંટણીમાં સત્તામાં વાપસી કર શકશે. પરંતુ આ આકલનમાં તેઓ થાપ ખાઈ ગયા અને 1989થી 2014 સુધી ભારતના રાજકારણમાં લાંબો ગઠબંધન યુગ ચાલ્યો અને 2004 અને 2009માં યુપીએની સરકારનું નેતૃત્વ કરવા છતાં કોંગ્રેસને ઘણું રાજકીય નુકશાન થયું.

બીજી તરફ લાલકૃષ્ણ અડવાણીએ ભાજપને બેથી સેંકડોના આંકમાં પહોંચાડયું. અટલ બિહારી વાજપેયીની છબીએ ભાજપના રાજકીય અસ્પૃશ્યતાના ટેગને હટાવ્યો અને 1998 અને 1999માં ગઠબંધન સરકારોનું ભાજપ નેતૃત્વ કરી શક્યું. આ 1989માં રાજીવ ગાંધી તરફથી મળેલી એક ભેંટ જ હતી. 1996, 1998, 1999 અને 2004 સુધી બનેલા તમામ ગઠબંધનોનું નેતૃત્વ ઓછી બેઠકો મેળવનારી પાર્ટીએ કર્યું હતું. આ આંકડામાં 2009માં મામૂલી સુધારો થયો અને કોંગ્રેસને ત્યારે 206 બેઠકો મળી હતી અને યુપીએનું તેણે નેતૃત્વ કર્યું હતું.

1991થી 1996 સુધી પી. વી. નરસિમ્હારાવના નેતૃત્વવાળી કોંગ્રેસની લઘુમતી સરકાર સત્તામાં રહી હતી. બાદમાં 2004 અને 2009માં પણ કોંગ્રેસના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર સત્તામાં હતી. પણ 2014થી દેશમાં પૂર્ણપણે રાજકીય આકાશમાં કેસરિયું પ્રભાત ઉગી ગયું. રાજીવ ગાંધીની રાજકીય અપરિપક્વતા આ બધી દૂરંદેશી જોઈ શકી નહીં.