Site icon Revoi.in

કોરોનાની વચ્ચે કેરળમાં વધુ એક વાયરસે આપી દસ્તક

Social Share

કેરળ છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાયરસના વધતા જતા કેસો સામે જજુમી રહ્યું છે,ત્યારે આ મહામારી વચ્ચે રાજ્યમાં વધુ એક વાયરસએ દસ્તક આપી છે.જેનાથી તંત્ર અને લોકોમાં ચિંતા વધી ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે મેલેરિયાના એક નવા જિન વિશેની જાણ મેળવી છે, જેને ‘પ્લાઝમોડિયમ ઓવલ’કહેવામાં આવે છે.

આફ્રિકામાં જોવા મળે છે આ વાયરસ

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, સુડાનથી યાત્રા કરીને પરત ફરેલા સૈનિકમાં આ બીમારી જોવા મળી છે. સૈનિકની સારવાર કન્નુરની જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સારવાર દરમિયાન મલેરિયાના એક નવા જિન ‘પ્લાઝમોડિયમ ઓવલ’ની જાણ મળી.

મલેરિયા માટે જવાબદાર પ્રોટોઝોઆની પાંચ જાતોનું હોય છે.

1. પ્લાઝમોડિયમ વિવૈક્સ
2. પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમ
3. પ્લાઝમોડિયમ મેલેરિયા
4. પ્લાઝમોડિયમ નોલેસી
5. પ્લાઝમોડિયમ ઓવેલ

આમાંથી પ્લાઝમોડિયમ વિવૈક્સ અને પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમ ભારતમાં સૌથી સામાન્ય છે. ‘પ્લાઝમોડિયમ ઓવલ’ સામાન્ય રીતે આફ્રિકામાં જોવા મળે છે.

રિસર્ચમાં થયો ખુલાસો

જોકે, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. સમયસર સારવાર અને નિવારક ઉપાયોથી રોગના ફેલાવાને અટકાવી શકાય છે. આ પ્રકારના મેલેરિયા જીવલેણ હોતા નથી. સુડાન થી આવતા સૈનિકનું કન્નુર જિલ્લા હોસ્પિટલમાં મેલેરિયા ટેસ્ટ થયા બાદ રીસર્ચ કરવામાં આવ્યું હતું,જેમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે.

ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ કેરળના ત્રિશુર જિલ્લામાંથી જ સામે આવ્યો હતો. જ્યારે ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભારત પરત ફર્યો હતો.જ્યારે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ સિવાય 2018 માં પણ કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસની પુષ્ટિ કરવામાં આવી હતી.

દેવાંશી-