- લાંબા સમયથી જેલમાં હતો બંધ
- અગાઉ જેલમાંથી ગાયબ થયાની અટકળો વહેતી થઈ હતી
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વધુ એક વિરોધીનું મોત થયાનું જાણવા મળે છે. લાંબા સમયથી જેલમાં બંધ અલેક્સી નવેલનીનું મોત થયાનું જાણવા મળે છે. નવેલની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનો સૌથી વધારે આલોચક હતો. સરકાર વિરોધી પ્રદર્શન મામલે નવેલનીની વર્ષ 2021માં જેલ થઈ હતી. આ પહેલા તેને ઝેર આપીને મારવાનો પ્રયાસ થયાની ચર્ચાઓ વહેતી થઈ હતી. નવેલનીના મોતને પગલે વિવિધ અટકળો વહેતી થઈ છે.
અગાઉ એવી વાતો સામે આવી હતી કે, નવેલની કેટલાક દિવસોથી જેલમાંથી ગાયબ હતો. દાવો કરવામાં આવ્યો હતો કે, વકીલોની તેની સાથે કોઈ વાત થઈ નથી. કેદીઓની યાદીમાંથી પણ તેનું નામ ગાયબ હતું. જો કે, લગભગ 20 દિવસ બાદ તેનો વકીલ તેને મળ્યો હતો. રશિયા સરકારે નવલનીને ઠંડા વિસ્તારમાં આવેલી જેલમાં શિફ્ટ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે નવલ્ની યામાલો નેનેટ્સના ખાર્પ વિસ્તારમાં સ્થિત જેલમાં બંધ છે. ખાર્પમાં લગભગ 5 હજાર લોકો રહે છે અને આ વિસ્તાર આર્કટિક સર્કલની ઉપર આવેલો છે. આ કારણે અહીં ભારે ઠંડી છે અને અહીંની સ્થિતિ અત્યંત જોખમી છે. જેલના કેદીઓનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી અને તેની ગણના રશિયાની સૌથી ખતરનાક જેલોમાં થાય છે. આ વિસ્તાર રશિયાની રાજધાની મોસ્કોથી ઉત્તર-પૂર્વમાં બે હજાર કિલોમીટર દૂર સ્થિત છે.