મુંબઈ: ક્રિકેટની દૂનિયામાં રેકોર્ડતો બનતા રહેતા હોય છે. રેકોર્ડ સાથે સાથે તૂટતા પણ રહેતા હોય છે. આવામાં જો વાત આવે બેવડી સદી મારવાની તો ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેએ પોતાની ડેબ્યુ મૅચમાં જ ધમાકેદાર રેકોર્ડ બનાવી લીધો છે. કોનવે ડેબ્યુ ટેસ્ટમાં 200 રનની મોટી ઇનીંગ રમનાર ખેલાડી બની ગયો છે.
ક્રિકેટના રેકોર્ડ તૂટવા માટે જ બન્યા હોય છે પરંતુ કેટલાક રેકોર્ડ એવા હોય છે જેના તૂટવાની કોઇ સંભાવના હોતી નથી પરંતુ હાલમાં જ 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.
રણજીત સિંહજીએ 125 વર્ષ પહેલા એટલે કે 1896માં ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યુ મૅચમાં આઉટ થયા વગર 154 રન બનાવ્યા હતા. ડેવોને ઇંગ્લિશ જમીન પર ડેબ્યુ ટેસ્ટમાં 150 પ્લસની ઇનીંગ રમનાર ત્રીજા ખેલાડી છે.
ડૅવોને ટેસ્ટ મૅચમાં પહેલા દિવસે જ સૌરવ ગાંગૂલીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગાંગુલીએ 1996માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યુ મૅચમાં જ 131 રનની શાનદાર ઇનીંગ રમી હતી.
દક્ષિણ આફ્રીકામાં જન્મેલ 29 વર્ષના કોનવેએ આ ઐતિહાસિક સ્થળ પર ડેબ્યુ મેચમાં જ શતક બનાવનાર દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન હેરી ગ્રાહમે 1893માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં 107 રન બનાવ્યા હતા.
જો કે મહત્વનું એ છે કે ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ બનતા હશે અને રોજ કેટલાક રેકોર્ડ તૂટતા હશે. વિશ્વમાં જ્યારે સચિન તેંદૂલકર દ્વારા 200 રન વનડેમાં કરવામાં આવ્યા હતા ત્યારે પણ લાગતુ હતુ કે આ રેકોર્ડ તૂટશે નહી.