દેશમાં કોરોનાના કેસોમાં એક જ દિવસમાં 32 ટકાનો ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસો નોંધાયા
- 24 કલાકમાં 20હજાર 557 કોરોનાના કેસો નોઁધાયા
- સક્રિય કેસો હવે દોઢલાખ થવાને આરે
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે દેશભરમાં કોરોનાના કેસો 15 હજારથી વધુ તો ક્યારે ક 20 હજારથી વધુ આવી રહ્યા છએ ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત કોરોનાના કેસોએ 20 હજારના આકડોને પાર કર્યો છે તો સ્કરિય કેસો હવે દોઢ લાખ થવાને નજીક પહોંચી ગયા છે.
જો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 20 હજાર 557 નવા કેસ નોંધાયા છે, તો સાથે જ એક્ટિવ કેસની વાત કરીએ તો સ્ક્રિય કેસો હવે દેશમાં 1 લાખ 43 હજાર 91 થઈ ચૂક્યા છે.આ સાથે જ ગઈકાલની સરખામણીમાં કોરાના કેસમાં 32.3 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર 517 લોકોએ કોરોનાને માત આપીને કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 43,132,140 લોકો કોરોનાથી સાજા થયા છે.
જો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી તયેલા મોતની વાત કરવામાં આવે તો આ દરમિયાન 40 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,25,825 લોકોના મોત થયા છે.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 26,04,797 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 2,00,61,24,684 રસીકરણ કરવામાં આવ્યું છે.