Site icon Revoi.in

ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ બચાવવા આતંકીઓના 10 કેમ્પો તબાહ

Social Share

ભારતીય સેના દ્વારા ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. લગભગ દશ દિવસ સુધી ચાલેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકવાદોના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. ભારત તરફથી સતત સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ રહી છે. જો કે આ સર્જિકલ સ્ટ્રાઈક આસપાસના લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને તેમને કોઈ નુકસાન થાય નહીં તેની પણ તકેદારી રાખવામાં આવી હતી.

મીડિયા અહેવાલ મુજબ, ભારીય સેની કાર્યવાહીમાં આતંકવાદીઓના દશ જેટલા કેમ્પો તબાહ કરવામાં આવ્યા છે. કાર્યવાહી સમયે આતંકી કેમ્પોમાં ત્રણેક હજાર આતંકી હોવાનો અંદાજો હતો. મીડિયા અહેવાલોના આકલન મુજબ, 1500ની આસપાસ આતંકીઓનો ખાત્મો સર્જિકલ સ્ટ્રાઈકની કાર્યવાહી દરમિયાન કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.

ભારતીય સેનાએ મ્યાંમારની સેનાની સાથે મળીને એક અભિયાનમાં મ્યાંમારમાં એક ઉગ્રવાદી જૂથ સાથે સંબંધિત દશ શિબિરોને નષ્ટ કરી છે. ઓપરેશન સનરાઈઝ એક મોટું અભિયાન હતું. જેમાં ચીન સમર્થિત કચિન ઈન્ડિપેન્ડેન્ટ આર્મીના એક ઉગ્રવાદી સંગઠન, આરાકાન આર્મીને નિશાન બનાવવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ, આ આતંકી શિબિરોને મ્યાંમારની અંદર નષ્ટ કરવામાં આવી છે અને આ મોટું અભિયાન દશ દિવસોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

ભારતીય સેનાએ મ્યાંમારને અભિયાન માટેના હાર્ડવેયર અને ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યા હતા, જ્યારે મ્યાંમારે પણ સીમા પર મોટી સંખ્યામાં સૈનિકોની તેનાતી કરી હતી. આ અભિયાન એ વાતની જાણકારી મળ્યા બાદ હાથ ધરવામાં આવ્યું હતું કે ઉગ્રવાદી કોલકત્તાના સમુદ્રી માર્ગે મ્યાંમારના સિતવેથી જોડનારી વિશાળ સંરચના સંદર્ભેની યોજનાને નિશાન બનાવે તેવી શક્યતા છે. આ યોજના 2020 સુધાં પૂર્ણ થવાની છે.

જ્યારે એક તરફ 26મી ફેબ્રુઆરીએ ઈન્ડિયન એરફોર્સના ફાઈટર જેટ્સ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓને ખાત્મો કરી રહ્યા હતા. તે વખતે દેશના બીજા છેડા પર ભારતીય સેના એક બેહદ ખાસ અને ગુપ્ત મિશનને પાર પાડી રહી હતી.

ભારત અને મ્યાંમાર સેનાની સંયુક્ત કાર્યવાહીમાં ભારત-મ્યાંમાર બોર્ડર પર સક્રિય આતંકવાદીઓ અને તેમના કેમ્પોનો ખાત્મો કરવામાં આવ્યો છે. આ મિશન 17 ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી ચાલ્યું હતું. મહત્વપૂર્ણ છે કે આના થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ત્રણ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં બે સર્જિકલ સ્ટ્રાઈક( 2015માં મ્યાંમારમાં અને 2016માં પીઓકેમાં) તેના સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી. હવે અટકળો લગાવાઈ રહી છે કે શું આતંકવાદીઓ વિરુદ્ધની ત્રીજી સર્જિકલ સ્ટ્રાઈક શું આ જ હતી? મહત્વપૂર્ણ છે કે બાલાકોટ અને પીઓકેના અન્ય બે ઠેકાણાઓ પર કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની કાર્યવાહી એરસ્ટ્રાઈક તરીકે ઓળખાય છે.

મીડિયા અહેવાલ મુજબ, આ મિશન બંને દેશોના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને બચાવવા માટે કરવામાં આવ્યું હતું. મ્યાંમારમાં સિતવે પોર્ટ દ્વારા કોલકત્તાથી મિઝોરમને જોડવાનું છે. પરંતુ આ પ્રોજેક્ટ અહીં સક્રિય આતંકી સંગઠનોના નિશાના પર હતો.

મ્યાંમારના બળવાખોર આતંકી જૂથ આરાકાન આર્મીએ મિઝોરમ બોર્ડર પર ઘણાં આતંકી કેમ્પ બનાવ્યા હતા. તેમના નિશાને ભારતનો કાલાદાન પ્રોજેક્ટ ઘણાં સમયથી હતો. આ કાલાદાન પ્રોજેક્ટ કોલકત્તાથી મ્યાંમારના સિતવે પોર્ટને કનેક્ટ કરનારો છે. તે ફ્યૂચર પ્રોજેક્ટ નોર્થ-ઈસ્ટનો નવો ગેટવે હશે.

આ પ્રોજેક્ટના પૂર્ણ થતા જ કોલકત્તાથી મિઝોરમની વચ્ચે હજાર કિલોમીટરનું અંતર ઘટી જશે. હાલ આ અંતર કાપવામાં લગભગ ચાર દિવસનો સમય લાગે છે.

કાલાદાન પ્રોજેક્ટ પર ખતરાને લઈને ઈન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યો હતો. બાદમાં ઈન્ડિયન આર્મીએ મ્યાંમારમાં મિઝોરમના દક્ષિણમાં આતંકી જૂથોના સફાયાનું મિશન પ્લાન કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે આરાકાન આર્મીને મ્યાંમારના આતંકી સંગઠન કાચિન ઈન્ડિપેન્ડન્સ આર્મી તરફથી ટ્રેનિંગ આપવામાં આવે છે.