ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારતની સીરિઝ જીત ઉપર નજર
નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધા હતા.જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં 39 રન બનાવ્યા હતા.
આઇસીસી મહિલા ટી20 વિશ્વકપના ગૃપ-એમાં આજે ભારત-શ્રીલંકા સામે ત્રીજી મેચ રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. એન્ય એક મેચમાં બપોરે સાડા ત્રણ વાગે દક્ષિણ આફ્રિકા અને સ્કૉટલેન્ડ વચ્ચે મુકાબલો થશે. બંને મેચ દુબઈમાં રમાશે.આ પહેલા ભારતે પાકિસ્તાન સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. આ તરફ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ શ્રીલંકા ગૃપ-એમાં સૌથી નીચે છે.