Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,બડગામમાં પરપ્રાંતિય મજૂરોને બનાવ્યા નિશાન,એકનું મોત 

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય લોકો પર આતંકવાદી હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગુરુવારે, બડગામમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો પર હુમલો થયો હતો, જેમાં 1 કામદારનું મોત થયું હતું.જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે.ઘાયલ મજૂરની સારવાર શ્રીનગરની SMHS હોસ્પિટલમાં ચાલી રહી છે.

આતંકવાદીઓએ બડગામના મગરેપોરા ચદૂરા વિસ્તારમાં મજૂરો પર હુમલો કર્યો હતો. હુમલામાં જીવ ગુમાવનાર મજૂરનું નામ દિલખુશ જણાવવામાં આવી રહ્યું છે. તે બિહારનો રહેવાસી હતો. બીજી તરફ બીજા મજૂરનું નામ રાજન છે, તે પંજાબનો રહેવાસી છે.છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં બિન-કાશ્મીરી અથવા હિન્દુ નાગરિકોની પસંદગીપૂર્વક હત્યા કરવામાં આવી રહી છે.

ગયા મહિને આવી ત્રણ ઘટનાઓ બની હતી, જેણે ત્યાં રહેતા લઘુમતીઓને ચિંતામાં મૂકી દીધા હતા.2 જૂને આતંકવાદીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ગોળીબાર કર્યો હતો.આ હુમલામાં બેંક મેનેજર વિજય કુમારનું મોત થયું હતું.તે રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો.

વિજય કુમાર કુલગામના મોહનપોરા સ્થિત દેહાતી બેંકમાં તૈનાત હતા.આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો.જે બાદ તેમનું મૃત્યુ થયું હતું. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.વિજય કુમારના પિતાએ જણાવ્યું કે તેઓ ટ્રાન્સફર માટે બેંક પીઓની તૈયાર કરી રહ્યા હતા, જેથી તેઓ પાસ થઈ શકે અને બ્રાન્ચ મેનેજર બની શકે, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું.

31 મેના રોજ કુલગામમાં મહિલા શિક્ષિકા રજનીબાલાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે સાંબાની રહેવાસી હતી. કુલગામના ગોપાલપોરામાં તેની હત્યા કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી. ફાયરિંગ બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.